Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

કોરોનાના તાંડવને લઇ મહારાષ્ટ્રમાં ૩૦ સપ્ટેમ્બર સુધી વધ્યુ લોકડાઉનઃ પ્રાઇવેટ અને મિની બસો ચલાવવાની પરવાનગી, મહારાષ્ટ્ર દેશમાં કોરોના વાયરસ વધારે પ્રભાવિત રાજય

મુંબઇઃ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા મહારાષ્ટ્રમાં લોકડાઉનને ૩૦ સપ્ટેમ્બર સુધી વધારવામા આવ્યુ સામાનો અને લોકોની સુવિધા માટે આંતરાજય યાત્રાની અનુમતિ આપવામા આવી છે. આ સાથે જ પ્રાઇવેટ બસ અને મિની બસ સેવાને પણ ચલાવવાની મંજુરી આપવામાં આવી છે. આ માટે સ્ટેટ ટ્રાન્સપોર્ટ કમિશ્નર એસઓપી જારી કરશે દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાષ્ટ્ર મહારાષ્ટ્ર છે કોરોના સંક્રમણને ધ્યાને લઇ રાજય સરકારએ લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે.

(10:07 pm IST)