Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

કોરોના મહાસંગ્રામઃ મહારાષ્‍ટ્રમાં હોટલો ખોલવાની મળી મંજુરીઃ હાલમાં મેટ્રો નહીં ચાલેઃ માનક સંચાલન પ્રક્રિયાનું પાલન કરવું અનિવાર્ય, ઓફિસોને પણ ૩૦ ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજુરી

મહારાષ્‍ટ્ર સરકારએ પણ ૧ સપ્‍ટેમ્‍બરથી શરૂ થઇ રહેલ અનલોક ૪ માટે દિશા-દિર્નેશ જારી કર્યા છે. નવા નિયમોને લઇ રાજયમાં હોટલોને પૂરી રીતે ખોલવાની મંજુરી આપી છે. માનક સંચાલન પ્રક્રિયાનું પાલન કરવું પડશે. ઓફિસોને પણ ૩૦ ટકા ક્ષમતા સાથે ખોલવાની મંજુરી હાલમાં રાજયમાં મેટ્રો સેવા શરૂ નહિ થાય.

તમામ શૈક્ષણિક સંસ્‍થાઓ બંધ રહેશે, સિનેમા હોલ, સ્‍વીમિંગ પુલ બંધ રહેશે. લોકોની આંતરરાષ્‍ટ્રીય આવન-જાવન પર પ્રતિબંધ રહેશે, સામાજિક, રાજનીતિક, રમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્‍કૃતિક ધાર્મિક કાર્યક્રમમા મોટી સંખ્‍યામાં લોકો ભેગા કરવાની અનુમતિ નહીં.

(10:53 pm IST)