Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

સીમા સળગી, સીમા વિવાદઃ કોંગ્રેસએ પ્રધાનમંત્રી મોદી પર નિશાન સાધ્‍યુઃ દેશની ધરતી પર ચીન ઘુષણખોરી કરી રહ્યુ છે. સરકાર કયાં છે? કોંગ્રેસ પ્રવકતા રણદીપ સૂરજેવાલાની સટાસટી

નવી દિલ્લીઃ ભારત ચીન સીમા વિવાદને લઇ કોંગ્રેસ પ્રવકતા રણદીપ સુરજેવાલાએ એક વિડીયો જારી કર્યો છે આ વીડિયોમાં સૂરજેવાલઅએ કહ્યુ છે કે પ્રધાનમંત્રી નરેન્‍દ્ર મોદી ભારત-ચીન સીમાની સ્‍થિતિ બારામાં દેશને અવગત કરાવે.

આવનારા દિવસ અમારી જમીન પર કબ્‍જાનુ દુસ્‍સાહસ થઇ રહ્યુ છે. દેશની ધરતી પર ચીનની ઘૂસણખોરી થઇ રહી છે. સરકાર કયાં છે ભારતીય સેના નિડર થઇ દેશની સીમાઓનુ રક્ષણ કરી રહી છે રક્ષામંત્રી રાજનાથી કયાં છે? પ્રધાનમંત્રી લાલ આંખ કયારે બતાવશે? ચીનને જડબાતોડ જવાબ કયારે આપવામા આવશે? અમારી માંગ છે કે પ્રધાનમંત્રી અને રક્ષામંત્રી પુરી સ્‍થિતિથી દેશને અવગત કરાવે.

(10:59 pm IST)