Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મુંબઈમાં કોરોનાની ભયાનક ઝડપ :છેલ્લા 24 કલાકમાં નવા 3671 કેસ નોંધાયા: વધુ 371 દર્દીઓ સાજા થયા

કોઈનું મૃત્યુ થયું નથી: મુંબઈમાં હાલમાં 4 સક્રિય કન્ટેઈનમેન્ટ ઝોન : 88 બિલ્ડીંગ સીલ કરાઈ

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3671 કેસ નોંધાયા છે. જો કે, આ સમયગાળા દરમિયાન કોઈનું મૃત્યુ થયું નથી. મુંબઈમાં હાલમાં 4 સક્રિય કન્ટેઈનમેન્ટ ઝોન છે. જ્યારે 88 બિલ્ડીંગ સીલ કરવામાં આવી છે. આ પહેલા બુધવારે 2510 કેસ નોંધાયા હતા.

મુંબઈમાં કોરોનાના 3,671 કેસ નોંધાયા છે. આ દરમિયાન 371 લોકો સાજા થયા છે. મુંબઈમાં 11,360 સક્રિય કેસ નોંધાયા છે. કુલ કેસોમાંથી 20 કેસ ધારાવીમાં મળી આવ્યા હતા. 18 મે પછી અહીં સૌથી વધુ કેસ નોંધાયા

(8:36 pm IST)