Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મુંબઈમાં હાઈએલર્ટ: ખાલિસ્તાની આતંકીઓએ આપી હુમલાની ધમકી : કાલે તમામ પોલીસકર્મીની રજા રદ

શહેરના મુખ્ય સ્ટેશનો, દાદર, બાન્દ્રા ચર્ચગેટ, સીએસએમટી, કુર્લા અને બીજા સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ

મુંબઈ :  ખાલિસ્તાની આતંકીઓની મોટાપાયે હુમલાની ધમકી મળતા રાજ્ય પોલીસ વિભાગે આવતીકાલે તમામ પોલીસકર્મીઓની રજા રદ કરી નાખી છે અને શહેરની વ્યવસ્થા લોખંડી કરી દીધી છે. મુંબઈમાં તહેનાત દરેક પોલીસકર્મી ડ્યુટી કરશે.
 મુંબઈ પોલીસને ખબર મળી હતી કે ખાલિસ્તાની તત્વ શહેરમાં આતંકવાદી હુમલા કરી શકે છે જે મુંબઈ પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. મુંબઈ રેલવે પોલીસ કમિશનર કેસર ખાલિદે જણાવ્યું કે શહેરના મુખ્ય સ્ટેશનો, દાદર, બાન્દ્રા ચર્ચગેટ, સીએસએમટી, કુર્લા અને બીજા સ્ટેશનો પર સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવાઈ છે. આવતીકાલથી 3000થી વધારે રેલવે અધિકારી તહેનાત રહેશે.

(9:15 pm IST)