Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સેન્ચુરીયન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ રચ્યો ઇતિહાસ :સાઉથ આફ્રિકાને 113 રનોથી હરાવ્યું

305 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 191 રનમાં ઓલઆઉટ

સેન્ચુરીયનમાં ટીમ ઈન્ડિયાએ મોટો ઈતિહાસ રચ્યો છે, સાઉથ આફ્રિકાની ટીમને 113 રનોથી હરાવી દઈને જીત દાખલ કરી છે. સેન્ચુરિયનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે દક્ષિણ આફ્રિકાને 113 રને હરાવ્યું છે. 305 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ માત્ર 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. સેન્ચુરિયન મેદાન પર ભારતની આ પ્રથમ ટેસ્ટ જીત છે.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે પ્રથમ દાવમાં 327 રન બનાવ્યા હતા. જવાબમાં આફ્રિકાનો પ્રથમ દાવ 197 રનમાં સમેટાઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ભારતે 174 રન બનાવ્યા અને આફ્રિકા સામે 305 રનનો ટાર્ગેટ આપ્યો. જેનો પીછો કરતા આફ્રિકન ટીમ 191 રનમાં સમેટાઈ ગઈ હતી અને ભારતે 113 રને મેચ જીતી લીધી હતી.

ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી છેલ્લી 4 ટેસ્ટમાં સતત જીત નોંધાવી હતી. આ 5મી સફળતા હતી. આ જીતનો સિલસિલો દક્ષિણ આફ્રિકા પ્રવાસથી જ શરૂ થયો હતો. ભારતે જાન્યુઆરી 2018ના પ્રવાસ પર છેલ્લી ટેસ્ટ એટલે કે જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકાને 63 રનથી હરાવ્યું હતું.

(11:37 pm IST)