Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

મલેશિયામાં મર્ડેકા 118 નામનું દુનિયાનું બીજા ક્રમનું સૌથી વધારે ઊંચાઈ ધરાવતું બિલ્ડિંગ તૈયાર

બિલ્ડિંગની ઊંચાઈ 2,227 ફૂટ એટલે કે અંદાજે 678.9 મીટર: બિલ્ડિંગ ઉપર સ્પાયર લગાવ્યા બાદ બિલ્ડિંગ રેડી હોવાની જાહેરાત કરાઈ

મલેશિયામાં મર્ડેકા 118 નામનું દુનિયાનું બીજા ક્રમનું સૌથી વધારે ઊંચાઈ ધરાવતું બિલ્ડિંગ તૈયાર થયું હતું. ગત મહિને કુઆલાલમ્પુર ખાતે આ બિલ્ડિંગ ઉપર સ્પાયર લગાવ્યા બાદ આ બિલ્ડિંગ રેડી હોવાની જાહેરાત કરાઈ હતી

 . આ બિલ્ડિંગની ઊંચાઈ 2,227 ફૂટ એટલે કે અંદાજે 678.9 મીટર થાય છે. તે લંડનના પ્રખ્યાત શાર્ડ કરતા બમણી ઊંચાઈ ધરાવે છે. મહત્ત્વની વાત એ છે કે, આ સ્કાયસ્ક્રેપરની અંદરનું ઘણું કામ બાકી છે અને આગામી વર્ષના અંત સુધીમાં તે લોકો માટે ખુલ્લું મુકાશે. અત્યાર સુધી ચીનમાં આવેલું શાંઘાઈ ટાવર 632 મીટરની ઊંચાઈ સાથે બીજા ક્રમે હતું પણ હવે મલેશિયાનું આ ટાવર બીજા ક્રમે આવી ગયું છે. બુર્જ ખલીફા 828 મીટરની ઊંચાઈ સાથે ટોચના ક્રમે જ છે.

(12:00 am IST)