Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

તમિલનાડુમાં મુશળધાર વરસાદ :ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર :વીજળીના આંચકામાં ત્રણ લોકોના મોત

ચેન્નાઈમાં ભારે વરસાદને કારણે 27 જગ્યાએ વૃક્ષો ધરાસાયી :ઠેર ઠેર જળબંબોળ જેવી સ્થિતિ : પાણીનો ભરાવો દૂર કરવા માટે 145 થી વધુ પંપ ચાલુ કરાયા

તમિલનાડુમાં છેલ્લા કેટલાક કલાકોથી વરસાદને કારણે રાજ્યના ચાર જિલ્લાઓ પ્રભાવિત થયા છે, રાજ્યમાં ભારે વરસાદને જોતા હવામાન વિભાગે તમિલનાડુના ચાર જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે

, મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી કે.કે.એસ.આર. રામચંદ્રને માહિતી આપી હતી કે ગુરુવારે તમિલનાડુમાં મુશળધાર વરસાદ બાદ વરસાદના કારણે વીજળીના આંચકામાં ત્રણ લોકોના મોત થયા હતા.

ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશનના કમિશનર ગગનદીપ સિંહ બેદીનું કહેવું છે કે તમિલનાડુનો સતત વરસાદ સામાન્ય લોકો માટે મુશ્કેલી બની રહ્યો છે. તેમણે માહિતી આપી છે કે ચેન્નાઈમાં મુશળધાર વરસાદને કારણે વૃક્ષો પડી જવાના 27 કેસ નોંધાયા છે.શહેરમાં ભારે વરસાદને કારણે પાણીનો ભરાવો દૂર કરવા માટે 145 થી વધુ પંપ ચાલુ છે.

વામાન વિભાગે ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચિંગલપેટ જિલ્લામાં 24 કલાકમાં 20 સેમીથી વધુ ભારે વરસાદની આગાહી કરતા રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ સાથે જ હવામાન વિભાગે આજે રાત્રે ભારે વરસાદ અને આવતીકાલે મધ્યમ વરસાદની આગાહી કરી છે. હાલમાં રાજધાની ચેન્નાઈમાં 17 સેમી સુધીના મુશળધાર વરસાદથી શહેરમાં પાણી ભરાઈ ગયા છે. સાથે જ પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે જેના કારણે ભારે વરસાદમાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે

(12:57 am IST)