Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ભારતને અર્માટા ટી-૧૪ ટેન્કો ઓફર કરતું રશિયા

ભારતને અત્યાર સુધી રશિયાએ અનેક હથિયાર આપ્યા છે : ભારતીય સેના પહેલા જ રશિયાની ટી-૯૦ ટેન્ક અને રશિયન ટી-૭૨નો લાંબા સમયથી ઉપયોગ કરી રહી છે

નવી દિલ્હી, તા.૩૦ : ભારતને અત્યાર સુધી ઘણા પ્રકારના હથિયારો પૂરા પાડનાર રશિયાએ પોતાની અત્યાર સુધીની સૌથી આધુનિક ટેક્ન અને દુનિયાની સૌથી ખતરનાક ટેક્નોમાં સામેલ અર્માટા ટી.-૧૪ની ટેકનોલોજી પણ ઓફર કરી છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન તાજેતરમાં ભારતની મુલાકાતે આવ્યા હતા અને તે સમયે પણ પ્રસ્તાવ પર વાતીચીત થઈ હતી. દરમિયાન બંને દેશના સંરક્ષણ મંત્રી પણ વાતચીતમાં સામેલ થયા હતા.

રશિયાના અધિકારી વેલેરિયા રેશેતનિકોવાએ હવે સંદર્ભમાં કહ્યુ છે કે, રશિયા દ્વારા પોતાના મિત્ર દેશ ભારતને નવા ક્ષેત્રમાં સાથે મળીને કામ કરવા માટે ઓફર કરવામાં આવી છે.જેમાં અર્માટા ટી.-૧૪ના પ્લેટફોર્મ પર ભારતીય સેનાની જરુરિયાતના આધારે ફેરફાર કરીને નવા પ્રકારના આર્મર્ડ વ્હિકલ બનાવવાનો પ્રસ્તાવ પણ સામેલ છે.તેમાં પણ ખાસ કરીને જ્યારે ભારતીય સેના પોતાની નવી મેઈન બેટલ ટેક્નના નિર્માણ પર કામ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય સેના પહેલા રશિયાન ટી-૯૦ ટેન્ક અને રશિયન ટી.૭૨નો ઉપયોગ કરી રહી છે.

રશિયાએ પોતાની નવી ટેક્ન અર્માટા ટી.-૧૪ને પહેલી વખત ૨૦૧૫માં દુનિયા સમક્ષ રજૂ કરી હતી.જોકે હવે રશિયાએ તેને વધારે ધાતક બનાવી છે. ટેક્ન હવે પોતાની જાતે ટાર્ગેટ પર પ્રહાર કરવા માટે સક્ષમ છે.તેને ચલાવવા માટે ક્રુ મેમ્બરની જરુર પડતી નથી.તાજેતરમાં તેને રિમોટ કંટ્રોલ વડે ચલાવવાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

ટેક્નનુ વજન ૫૫ ટન છે.તે ૮૦ કિમીની ટોપ સ્પીડ પર ચાલી શકે છે અને તે ૧૦ થી ૧૨ રાઉન્ડ ગોળા પ્રતિ મિનિટ ફાયર કરવા માટે સક્ષમ છે. ટેક્નનુ અપડેટેડ વર્ઝન અર્માટા ટી.-૧૫ હવે રશિયન સેના યુઝ કરી રહી છે.

(12:00 am IST)