Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

તમિલનાડુમાં ભારે વરસાદના લીધે ૩નાં મોત

ચેન્નાઇમાં રસ્તાઓ અને સબવે પર ભારે પાણી ભરાઇ ગયા

ચેન્નાઇ,તા. ૩૧: તમિલનાડુના ચેન્નાઈમાં ભારે વરસાદ બાદ રાજયના ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે ચેન્નાઈમાં રસ્તાઓ અને સબવે પર ભારે પાણી ભરાઈ ગયા હતા. ગઇ કાલે અહીં ત્રણ લોકોના મોત થયા છે.ચેન્નાઈમાં વરસાદ સંબંધિત પરિસ્થિતિ અંગે, રાજયના આપત્ત્િ। વ્યવસ્થાપન મંત્રી કેકેએસએસઆર રામચંદ્રને કહ્યું, 'ચાર જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં ચેન્નાઈ, કાંચીપુરમ, તિરુવલ્લુર અને ચેંગલેપટ્ટુ જિલ્લાનો સમાવેશ થાય છે.

અહીં આ સંજોગોને ધ્યાનમાં રાખીને રાજયના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને ફ્લડ કંટ્રોલ રૂમની મુલાકાત લીધી હતી. ગુરુવારે ગ્રેટર ચેન્નાઈ કોર્પોરેશનના ફ્લડ કંટ્રોલ રૂમમાં પહોંચેલા મુખ્યમંત્રીએ શહેરના વિવિધ ભાગોમાં પૂરની સ્થિતિ અને તેમાં કરવામાં આવી રહેલા રાહત અને બચાવ કાર્યની સમીક્ષા કરી હતી.

રાજય મંત્રી કેકેએસએસઆર રામચંદ્રને કહ્યું કે ત્રણ લોકોના મોત થયા છે. જેમાં બે મહિલા અને એક છોકરો સામેલ છે. ચેન્નાઈમાં અભૂતપૂર્વ મુશળધાર વરસાદને પગલે ગઇ કાલે વરસાદ સંબંધિત ઇલેકિટ્રક આંચકામાં ત્રણ લોકોના મોત થયા હતા, મંત્રીએ જણાવ્યું હતું. શહેરમાં ભારે પાણી ભરાવાને કારણે ગુરુવારે ટ્રાફિકની સ્થિતિ ખૂબ જ ખરાબ રહી હતી, જયારે સામાન્ય લોકોને અન્ય અનેક સમસ્યાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. ગ્રેટર ચેન્નઈ કોર્પોરેશન દ્વારા કહેવામાં આવ્યું છે કે પૂરના પાણીને દૂર કરવા માટે ૧૪૫ થી વધુ પંપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. વરસાદના કારણે મેટ્રો સેવાને પણ અસર થઈ હતી.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું કે બપોર દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે. વિભાગ અનુસાર, ચેન્નાઈના MRC નગરમાં સૌથી વધુ ૧૭.૬૫ સેમી વરસાદ નોંધાયો છે. વિભાગના જણાવ્યા અનુસાર નુંગમ્બક્કમમાં ૧૪.૬૫ સેમી, મીનામ્બક્કમમાં ૧૦ સેમી સુધી વરસાદ થયો છે. IMDએ જણાવ્યું હતું કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્ત્।ર તટીય તમિલનાડુ અને દક્ષિણ તટીય આંધ્રપ્રદેશના નજીકના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની અને તે પછી તેમાં ઘટાડો થવાની સંભાવના છે.

(10:54 am IST)