Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અલવિદા ૨૦૨૧ઃ વેલકમ ૨૦૨૨

થર્ટી ફર્સ્ટના જશ્નને ‘કોરોનાનું ગ્રહણ’ : ઘેર બેઠા સેલિબ્રેશનની નોબત

નવા વર્ષના આગમનને વધાવવા લોકોમાં ઉંત્સાહ પણ વિવિધ પ્રતિબંધો - નિયંત્રણોથી નિરાશાઃ ફાર્મ હાઉંસ, હોટલો, પાર્ટી પ્લોટ વગેરેમાં ડાન્સ - ડિનર પાર્ટીના આયોજનો બંધઃ ઉંજવણી ફિક્કી રહેશેઃ પાર્ટી રસિયાઓમાં નાખુશી

નવી દિલ્હી તા. ૩૧ઃ ૨૦૨૧ની કડવી મિઠી યાદોને વિદાય આપવાની સાથે નવી આશા - અરમાન સાથે આવતીકાલે એટલે કે શનિવારે ૨૦૨૨ના નવા વર્ષનો સૂરજ ઉંગશે. કોરોના મહામારીએ હજુ પણ ઠેકડા મારવાનું બંધ નહિ કરતા બાય..બાય.. ૨૦૨૧ અને વેલકમ - ૨૦૨૨ની ઉંજવણી ફિક્કી રહેવાની છે. વિવિધ પ્રકારના પ્રતિબંધોને કારણે મોટાભાગના રાજ્યોમાં ડાન્સ - ડીજે - ડીનરના આયોજનો મોકૂફ રાખવામાં આવ્યા છે. ધૂમ ધડાકા વગર લોકોને ઘેર બેઠા સેલિબ્રેશન કરવું પડે તેવી નોબત આવી છે. દર વર્ષે ઝાકઝમાળ ભરી થર્ટી ફર્સ્ટની રાત્રી આતશબાજી અને ધૂમ ધડાકા વગર શાંતિથી પસાર થાય તેવી શક્યતા છે.
આજે યોજાનારી ઉંજવણીને કોરોના વાયરસનું ગ્રહણ લાગ્યું છે. વિવિધ સરકારોએ ગાઇડલાઇન પ્રમાણે કર્ફયુનો ચુસ્ત અમલ કરાવવાનું નક્કી કર્યું હોવાથી રાત્રે ૧૧ પછી કોઇ ઉંજવણી કરી નહિ શકે. નાની - મોટી હોટલોમાં યોજાતા ફંકશન પણ આ વખતે યોજાવાના નથી. થર્ટી ફર્સ્ટની ઉંજવણીને લઇને લોકોમાં અનેરો ઉંત્સાહ હોય છે અને એ માટે મહિનાઓથી તૈયારી થતી હોય છે. એટલું જ નહિ પાર્ટી રસીયાઓમાં થનગનાટ પણ જોવા મળતો હોય છે. બારના ટકોરે આતશબાજી, શોરબકોર અને ધુમ ધડાકા સાથે વિતેલા વર્ષને વિદાય અને નવા વર્ષને આવકાર આપવામાં આવતો હોય છે પરંતુ કોરોના મહામારીને કારણે ગત વર્ષ બાદ આ વર્ષે પણ થર્ટી ફર્સ્ટની ઉંજવણીને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જેને કારણે પાર્ટી પ્રેમીઓમાં નિરાશા જોવા મળી રહી છે.
દેશમાં અનેક રાજ્યોમાં તાજેતરમાં કોરોનાના ઓમિક્રોન વેરીએન્ટે કાળો કહેર મચાવ્યો છે. જેને નિયંત્રણમાં લેવા વિવિધ રાજ્ય સરકારોએ કર્ફયુ સહિતના પગલાઓ લીધા છે. ગુજરાતમાં રાત્રીના ૧૧ પછી મોટા શહેરોમાં કર્ફયુનો અમલ છે. આજે પોલીસ તંત્ર ચુસ્ત અમલ કરાવશે. જેને કારણે લોકોને ઘેર બેઠા પરિવારજનો અને મિત્રો સાથે અગાસી પર કે ઘરમાં સેલિબ્રેશન કરવું પડે તેવી નોબત આવી છે. આજે લોકો ઘેર બેઠા મોજ મસ્તી સાથે ઉંજવણી કરશે.
સરકાર તરફથી લાગુ ગાઇડલાઇનને કારણે ઉંજવણીનો માહોલ દર વર્ષ જેવો જોવા મળતો નથી. જો કે દેશના ટુરીસ્ટ સ્પોર્ટ આબુ, સીમલા, મનાલી, ગોવા વગેરે સ્થળોએ ઉંત્સવ પ્રેમીઓ ઉંમટી પડયા છે. મહાનગરી મુંબઇ અને દિલ્હીમાં કડક નિયંત્રણો હોવાથી ત્યાં ઉંજવણી ફિક્કી રહેશે. અનેક રાજ્યોએ રાત્રી કર્ફયુ લાદયો છે. કોરોના પ્રસરે નહિ તે માટે તંત્રએ કમરકસી છે અને રાત્રીના ઉંજવણી કરવા માંગતા લોકોને સાણસામાં લેવાની પણ તૈયારી કરી છે.(

 

(10:14 am IST)