Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

વર્ષ ૨૦૨૨માં ધુમ કમાણી કરવી છે? મની મેકિંગના શ્રેષ્ઠ આઇડિયા આ રહ્યા

નાણાકીય બજારો માટે વર્ષ ૨૦૨૧ સૌથી શ્રેષ્ઠ રહ્યું હતું. મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો ને ૨૦૨૧માં સારૃં વળતર મળ્યું હતું: વર્ષ ૨૦૨૧ આઇપીઓનું વર્ષ પણ બની રહ્યું હતું

નવી દિલ્હી,તા.૩૧: વૈશ્વિક મહામારી કોરોનાના કારણે વર્ષ ૨૦૨૧ ખૂબ કપરું સાબિત થયું હતું. પરંતુ શેરબજાર પર મહામારીની ખૂબ ઓછી જોવા મળી હતી. નાણાકીય બજારો માટે વર્ષ ૨૦૨૧ સૌથી શ્રેષ્ઠ રહ્યું હતું. મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો ને ૨૦૨૧માં સારું વળતર મળ્યું હતું. વર્ષ ૨૦૨૧ આઇપીઓનું વર્ષ પણ બની રહ્યું હતું. હવે ગણતરીના દિવસોમાં જયારે આપણે વર્ષ ૨૦૨૨માં પ્રવેશ કરવા જઇ રહ્યા છીએ, ત્યારે નવા વર્ષમાં રોકાણકારોને પૈસા કમાવવા અને રોકાણ કરવા વિશેષકોએ અમુક આઇડિયા આપ્યા છે.

ક્રિપ્ટોકરન્સી : હાલ લોકોમાં ડીજીટલ કરન્સી એટલે કે ક્રિપ્ટોકરન્સીમાં રોકાણ કરવાનો ક્રેઝ ખૂબ વધ્યો છે. વિશેષકો એવું પણ માને છે કે ક્રિપ્ટોકરન્સી રોકાણના વિકલ્પ તરીકે પરંપરાગત એસેટ્સને પણ પાછળી મૂકી દેશે. Bitcoin, Ethereum, Dogecoin જેવી ક્રિપ્ટોકરન્સીએ તાજેતરમાં જ જંગી વળતર આપ્યું છે.

સ્ટોકસ : ડો. રવિ સિંહ-વાઈસ પ્રેસિડેન્ટ અને રિસર્ચ-શેર ઈન્ડિયાના હેડના જણાવ્યા અનુસાર, વર્ષ ૨૦૨૨ માટે પાંચ ટોચના શેરોમાં PSU ધીરાણકર્તા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI), ગેઈલ, HDFC બેંક, TCS અને ONGCનો સમાવેશ થાય છે.

રીયલ એસ્ટેટઃ આવનારા દિવસોમાં રીયલ એસ્ટેટ રોકાણ માટે સૌથી શ્રેષ્ઠ સાબિત થશે. જો તમારી પાસે રોકાણ માટે ઓછા પૈસા હોય તો તમે REIT વિશે પણ વિચારી શકો છો.

કો-વર્કિંગ સ્પેસઃ વર્ષ ૨૦૨૨માં રોકાણ કરવા માટે કો-વર્કિંગ સ્પેસ પણ સારો વિકલ્પ સાબિત થઇ શકે છે. કો-વર્કિંગ સ્પેસની માંગ સંભવિતપણે વધી રહી હોવાથી, તમે ઓફિસ સ્પેસ ખરીદવાનું વિચારી શકો છો અને કો-વર્કિંગ સ્પેસ તરીકે ભાડે આપીને અન્ય રોકાણોની સરખામણીમાં મહત્ત્।મ નફો મેળવી શકો છો.

વર્ચ્યુઅલ એસેટઃ તાજેતરમાં મેટાવર્સ એક હાઇપ છે જયાં લોકો વર્ચ્યુઅલ વર્લ્ડસ (મેટાવર્સ) પર વર્ચ્યુઅલ સંપત્ત્િ।ઓ ખરીદી શકે છે, તેમાં લાખો ડોલરમાં વેચવામાં આવતી જમીનો, સ્ટેચ્યુ, પાકર્સનો પણ સમાવેશ થાય છે.

સીનિયર સિટીઝન સેવિંગ સ્કીમ (SCSS):SCSS એ વરિષ્ઠ નાગરિકો માટેની પોસ્ટ ઓફિસ બચત યોજના છે જે તેના રોકાણકારોને સલામતી અને નિયમિત આવક પ્રદાન કરે છે. આ એક ટેકસ સેવિંગ પ્લાન પણ છે. SCSS માં રોકાણ કલમ ૮૦C હેઠળ કર મુકિત માટે પાત્ર છે. આ યોજના હેઠળ વર્તમાન વ્યાજ દર વાર્ષિક ૭.૪% છે.

નેશનલ પેન્શન સ્કીમ (NPS): NPS એ એક નિવૃત્ત્િ। લાભ યોજના છે જે તમામ સબ્સ્ક્રાઇબર્સને નિવૃત્ત્િ। પછી નિયમિત આવકની સુવિધા આપવા માટે ભારત સરકાર દ્વારા રજૂ કરવામાં આવી છે. તમારી પાસે પીઓપી (પોઈન્ટ ઓફ પ્રેઝન્સ) રોકાણ પેટર્ન અને ફંડ મેનેજરને પસંદ કરવા અથવા બદલવાની સુવિધા છે. જે સુનિશ્ચિત કરે છે કે તમે વિવિધ એસેટ કલાસ (ઇકિવટી, કોર્પોરેટ બોન્ડ્સ, સરકારી સિકયોરિટીઝ અને વૈકલ્પિક એસેટ) અને ફંડ મેનેજરો સાથે તમારી અનુકૂળતા મુજબ વળતરને ઓપ્ટિમાઇઝ કરી શકો છો અને ટ્રિપલ ટેકસ બેનિફિટ્સ મેળવી શકો છો.

(10:14 am IST)