Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

દિલ્હી - મુંબઇમાં વાયરસની સ્પીડ બેલગામ : દેશમાં કુલ કેસ ૧૨૦૦

ભારતમાં ઓમિક્રોનથી પહેલુ મોત : ૨૩ રાજ્યોમાં ફેલાયો વાયરસ

નાઇજીરીયાથી મહારાષ્ટ્ર આવેલ ૫૨ વર્ષીય પ્રૌઢનું મોત : બિહારમાં ઓમિક્રોનની એન્ટ્રી : પ્રથમ દર્દી મળ્યો

નવી દિલ્હી તા. ૩૧ : દેશમાં ઓમીક્રોનનાકેસ સતત વધી રહ્યા છે. કોરોનાના નવા વેરિએન્ટના૪૧૨ કેસ સામે આવ્યા છે. તે એક દિવસમાં ઓમીક્રોનનાકેસનીસૌથી વધુ સંખ્યા છે. તેની સાથેજઓમીક્રોનથીસંક્રમિત લોકોની સંખ્યા વધીને ૧૧૯૩ થઇ ગઈ છે. આ બધાની વચ્ચે મહારાષ્ટ્રમાં ઓમીક્રોન પીડિત એક વ્યકિતનું મોત થયું છે. ૫૨ વર્ષના તે વ્યકિત નાઈજીરિયાથી પાછા ફર્યા હતા. રાજયના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું કે ૨૮ ડિસેમ્બરે હાર્ટ એટેકથી તેનું મોત થયું છે. દર્દીને પુણેના યશવંતરાય ચૌહાણ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. સ્વાસ્થ્ય વિભાગનુંકહેવું છે કે રિપોર્ટ મુજબ તે ઓમીક્રોનથીસંક્રમિત હતા.

સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુકત સચિવ અગ્રવાલે જણાવ્યું કે વિશ્વભરમાં ૧૨૧ દેશોમાંએક મહિનામાં ઓમીક્રોનના ૩૩૦૦૦૦ થી વધુ કેસ અને કુલ ૫૯નામોત નોંધાયા છે. દક્ષિણ આફ્રિકામાં કોરોનનાકેસોમાં વધારાબાદ હવે ફરી ઘટાડો નોંધાયો છે.

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના ૧૯૮ કેસ નોંધાયા હતા. તેમાંથી ૧૯૦ કેસ એકલા મુંબઈના છે. કોરોના વાયરસનો નવો પ્રકાર અત્યાર સુધીમાં ૨૩ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેલાઈ ચૂકયો છે. મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના સૌથી વધુ ૪૫૦ કેસ છે. આ પછી દિલ્હીમાં ઓમિક્રોનના ૨૬૩ કેસ સામે આવ્યા છે. આ પછી ગુજરાતમાં ૯૭, રાજસ્થાનમાં ૬૯, કેરળમાં ૬૫ અને તેલંગાણામાં ૬૨ કેસ નોંધાયા છે.

ગુજરાત સરકારે૧૫ થી ૧૮ વર્ષના કિશોરોનેરસીકરણ માટે ૩ થી ૯ જાન્યુઆરી સુધીવિશેષ અભિયાન ચલાવાનુંએલાન કરવામાં આવ્યું. આ દરમ્યાનઘર અને શાળા જઈને બાળકોને રસી લગાવામાંઆવશે. વાઇબ્રન્ટ ગુજરાત રોકાણ સંમેલનમાં તેજ લોકો હાજરી આપી શકાશે જેનેરસીના બે ડોઝ લીધા હોય. રાજયસરકારનાકાર્યલયોમાંબન્ને ડોઝ લઇ ચૂકેલા લોકોને જ પ્રવેશ આપવામાં આવશે. કેન્દ્રીય ગૃહ મંત્રીઅમિતશાહેઅમદાવાદમાં કહ્યું હતું કે કોરોના મહામારીથી બચવાનોએક માત્રઉપાય રસીકરણ છે.

છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યામાં ૫,૪૦૦ નો વધારો નોંધાયો છે. દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં રસીના ૧૪૪.૪૫ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ પોઝીટીવીટી રેટના સંદર્ભમાં તમિલનાડુ, દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્યિમ બંગાળ, કર્ણાટક અને ગુજરાત ચિંતાજનક રાજયો તરીકે ઉભરી રહ્યા છે. દેશમાં ૩૩ દિવસ બાદ એક દિવસમાં કોવિડ-૧૯દ્ગક્ન ૧૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. મંત્રાલયે ષ્ણ્બ્દ્ગચ ટાંકીને કહ્યું કે પુરાવા દર્શાવે છે કે ઓમિક્રોન વેરિઅન્ટ ડેલ્ટા કરતા વધુ ઝડપથી ફેલાય છે. બે-ત્રણ દિવસમાં કેસ બમણા થઈ ગયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલા ડેટા અનુસાર ભારતમાં એક દિવસમાં કોરોનાના ૧૩,૧૫૪ નવા કેસ નોંધાયા છે. આ પછી દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને ૩,૪૮,૨૨,૦૪૦ થઈ ગઈ છે. તે જ સમયે, સક્રિય દર્દીઓની સંખ્યા વધીને ૮૨,૪૦૨ થઈ ગઈ છે. વધુ ૨૬૮ સંક્રમિતોના મોત બાદ મૃત્યુઆંક વધીને ૪,૮૦,૮૬૦ થયો છે. દેશમાં ૪૯ દિવસ પછી કોરોનાના દૈનિક ૧૩ હજારથી વધુ કેસ નોંધાયા છે. અગાઉ ૧૧ નવેમ્બરે ૨૪ કલાકમા સંક્રમણના ૧૩,૦૯૧ નવા કેસ નોંધાયા હતા.

(10:29 am IST)