Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

નવા વર્ષની શરૂઆતમાં જ મોંઘવારીનો વધુ એક ડોઝ

કપડા, જુતા અને કેબ બુકીંગ થશે મોંઘા

નવી દિલ્હી તા.૩૧ઃ નવા વર્ષ તમારે કયાં વધારે પૈસા ખર્ચવા પડશે અને કયાં પૈસાની બચત થશે તે જાણવું જરૂરી છે. નવા વર્ષથી કેટલી વસ્તુઓ પર જીએસટીના દરોમાં ફેરફાર થવાના છે. ટેક્ષમાં આ ફેફારો ઇ-કોમર્સ વેબસાઇટો અને ખાદ્ય  વિતરણ એગ્રીગેટસને અસર કરેશ. જો કે નવા ટેક્ષ દરો અન્ય વસ્તુઓ પર પણ લાગશે. જેની અસર બધા ગ્રાહકો પર પડશે.
સરકારે કપડા, જુતા અને તૈયાર કપડા પર જીએસટીના દર પ થી વધારીને ૧ર ટકા કરી દીધા છે. ૧ જાન્યુઆરી-ર૦રર થી આ ચીજો વધુ મોંઘી બની જશે. ૧૦૦૦ રૂપિયા સુધીની કપડાનીવસ્તુઓ પર જીએસટી પ ટકા થી વધારીને ૧ર ટકા કરાયો છે. આ ઉંપરાંત, ગુંથેલા કપડા, સીન્થેટીક યાર્ન, કંબલ, તંબુની સાથે સાથે ટેબલ કલોથ અથવા સર્વિસેટ જેવા સામાન સહિતના કપડા પર જીએસટી વધારો કરાયો છે. ફુટવેર પર દબાણ ડાયરેકટ ટેક્ષ પ ટકાથી વધારીને ૧ર ટકા કરી દેવાયો છે.
ઓલા અને ઉંબેર દ્વારા ઓટો અને કેબનું બુકીંગ પણ ૧ જાન્યુઆરીથી મોંઘુ થઇ જશે. જો કે એપ વિના રોડ પરથી કરાતા વાહનોને વર્તમાન છુટ ચાલુ રહેશે.
આ ઉંપરાંત જે ફેરફાર લાગુ થશે તેમાં સ્વીગી અને ઝોમેટો જેવા ઇ-કોમર્સ ઓપરેટર પણ  સામેલ છે. જેમને ૧ જાન્યુઆરીથી તેમના માધ્યમથી સપ્લાય કરાતી, રેસ્ટોરા સેવાઓ પર સરકારને જીએસટી જમા કરવા માટે જવાબદાર ગણાવાઇ રહયા છે. તેમણે ચલણ જાહેર કરવું પડશે.
૧ જાન્યુઆરીથી કેન્સરની દવાઓ, ફોર્ટીફાઇડ ચોખા અને બાયોડીઝલ સસતા થશે. તેના પર જી.એસ.ટી.નો દર ૧૮ ટકાથી ઘટાડીને પ ટકા કરવામાં આવ્યો છે.

 

(10:53 am IST)