Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ભૂલ સુધારી લીધી ! ઉત્તર પ્રદેશમાં હવે સમાજવાદી પક્ષના એમએલસી પુષ્પરાજ જૈન ઉપર દરોડા ચાલુ થયા

ઉત્તર પ્રદેશમાં તાજેતરમાં અગરબત્તીના ઉત્પાદક પિયુષ જૈન ઉપરના દરોડામાં એકાદ હજાર કરોડની બિનહિસાબી મિલકતો મળી આવી છે ત્યારે આ દરોડાઓ ભૂલમાં પડ્યા હોવાની ભારે ચર્ચા ચાલી છે. પિયુષ જૈન ભાજપ સમર્થક હોવાનું કહેવાય છે. વાસ્તવમાં દરોડા ઉત્તરપ્રદેશના સમાજવાદી પક્ષના એમએલસી પુષ્પરાજ જૈન ઉપર પડવાના હતા જેઓ અખિલેશ યાદવની ખૂબ નજીક હોવાનું માનવામાં આવે છે. હવે આજે આ ભૂલ સુધારી લેવામાં આવી હોય તેમ પુષ્પરાજ જૈન ઉપર આવકવેરા ખાતું તૂટી પડ્યાનો સમાજવાદી પક્ષે દાવો કર્યો છે.

(11:10 am IST)