Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અખિલેશ યાદવના પક્ષના ધારાસભ્યના ૮૦ સ્થળોએ એકસાથે દરોડા

ઉત્તર પ્રદેશમાં ચર્ચા થઈ રહી છે તે મુજબ પુષ્પરાજ જૈનને બદલે પિયુષ જૈનને ત્યાં આઇટી દરોડામાં જંગી દલ્લો નીકળી પડેલો. હવે વાસ્તવમાં અખિલેશ યાદવના પક્ષના એમએલસી પુષ્પરાજ જૈનના કાનપુર, કનોજ, એનસીઆર અને મુંબઈમાં ૮૦ જગ્યાએ આવકવેરા ખાતું એક સાથે તૂટી પડ્યું છે. તેઓ પણ પર્ફ્યુમના મોટા ઉત્પાદક હોવાનું જાણવા મળે છે. મોટાપાયે  કરચોરી પકડાય તેવી શક્યતા છે.

(11:19 am IST)