Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

હવે ખાનદાની આભૂષણો પર પણ થઇ શકશે હોલમાર્કીંગ

જૂના સોના પર હોલમાકીંગના ચાર્જ અંગે જાણવા જેવું

કાનપુર તા. ૩૧ : ઘરમાં રાખેલ ખાનદાની આભૂષણોની શુધ્ધતાની તપાસ પણ હવે કરાવી શકાશે ખાનદાની ઘરેણાની શુધ્ધતાના આધાર પર હોલમાર્ક સર્ટીફીકેટ આપવામાં આવશે જેનો રિપોર્ટ જવેલર્સ, બેંકર્સ અને ગોલ્ડ લોન કંપનીઓએ માનવો જ પડશે આ અંગે ભારતીય માનક બ્યુરોના હોલમાર્કીંન વિભાગના સીનીયર વૈજ્ઞાનીક ઇંદરજીતસિંહે આદેશ બહાર પાડયા છે. દેશના રપ૬ શહેરોમાં હોલમાર્કીંગ ફરજીયાત કર્યા પછી બીઆઇએસનો આ નિર્ણય બહુ મહત્વનો  માનવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધી જવેલર્સ પાસેથી ખરીદાયેલ સોનાની તપાસ ગ્રાહકો કરાવી શકતા હતા તેનાથી જવેલર્સના દાવાઓની સચ્ચાઇ પારખી શકાય છે. પણ હવે ઘરમાં રાખેલા જુના દાગીનાનુ હોલમાર્કીંગ કોઇપણ કરાવી શકે છે. આવા દાગીનાની તપાસ હોલમાર્કીંગ સેન્ટર કરશે અને સ્ત્રોત બાબતે પુછવામાં નહી આવે. જુના સોનાની હોલમાર્કીંગ ફી લઘુતમ ર૩૬ રૂપિયા નકકી કરાઇ છે. આ કિંમતમાં એક નંગથી માંડીને વધુમાં વધુ છ નંગ દાગીનાનુ હોલમાર્કીંગ કરાવી શકાશે.

અત્યારે જુના સોનાકને વેચવા પર મળતી કિંમત સોનીબજારના વેપારી પર આધાર રાખે છે. સોનાની શુધ્ધતાની તપાસ સોનીઓ પોતે કરે છેઅને તેના આધારે કિંમત નકકી કરે છે.હવે જુનુ સોનુ વહેચવામાં સોનીઓ ગ્રાહકને છેતરી નહી શકે કેમકે તેમની પાસે તે સોનાની શુધ્ધતાનું સર્ટીફીકેટ અને હોલમાર્ક હશે  એટલે તેમને પોતાના ઘરેણાની યોગ્ય કિંમત મળશે.

જો કે આ નિયમની આડમા સરકાર દ્વારા એક તીરથી ઘણા નિશાન સાધવામાં આવ્યા છે. હોલમાર્કીંગના બહાને જુનુ સોનૂ લોકરોમાંથી બહાર આવશે હોલમાર્કીંગ પછી તે નિગરાણીના દાયરામાં આવી જશે અને ઘોષિત અચલ સંપતિ ગણવામાં આવશે. આમ અઘોષીત સોનાને બહાર લાવવાાં હોલમાર્કીંગ મહત્વનુ કામ કરશે.ગ્રાહકે જુના સોનાનુ હોલમાર્કીંગ સર્ટીફીકેટ લેવા માટે પોતાનું નામ સરનામુ ફોન નંબર દાગીના વિતરણ અને તેના ફોટા ઉપરાંત તેનું વજન અને દાગીનાની સંખ્યા જણાવવી પડશે.

(11:34 am IST)