Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

અમેરિકામાં કોરોના કેસો પાંચ લાખને આંબવા આવ્યાઃ એક જ દિવસમાં સૌથી વધુ કેસનો નવો વર્લ્ડ રેકોર્ડઃ ભારતમાં ઓમીક્રોનનો આંક એક હજારને વળોટી ગયોઃ દેશમાં પ્રથમ ઓમીક્રોન મૃત્યુ મહારાષ્ટ્રમાં નોંધાયું

અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં એક જ દિવસમાં ૪,૮૪,૩૭૭ નવા કોરોના કેસ નોંધાયા છે આ સાથે જ એક દિવસમાં સૌથી વધુ કોરોના કેસનો નવો વર્લ્ડ રેકોર્ડ અમેરિકાએ સ્થાપ્યો છેઃ ઈંગ્લેન્ડમાં પણ ૨ લાખ નજીક કેસો પહોંચવા આવ્યા છેઃ આજે ઇંગ્લેન્ડમાં ૧,૮૯,૨૧૩ નવા કોરોના કેસ નોંધાયા છેઃ ભારતમાં નવો ઓમીક્રોન કોરોના વાયરસ ૧૦૦૦ના આંકને વટાવી ગયો છેઃ ભારતમાં મહારાષ્ટ્રમાં પ્રથમ ઓમીક્રોનના લીધે મૃત્યુ નોંધાયું છે.

(11:35 am IST)