Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ભૂપેન્દ્રભાઇને ફુલડે વધાવતુ રાજકોટ : મુખ્યમંત્રીના રોડ-શોમાં જનમેદની ઉમટી

રાજકોટ : આજે સવારે એરપોર્ટથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનો જાજરમાન રોડ-શો શરૂ થયો તે વખતની તસ્વીરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ, શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી, મંત્રી અરવિંદભાઇ રૈયાણી સહિતના આગેવાનો લોકોનું અભિવાદન ઝીલી રહેલા નજરે પડે છે. અન્ય તસ્વીરમાં આ પ્રસંગે ઉમટી પડેલી હજારોની જનમેદની દર્શાય છે તેમજ શહેર ભાજપ દ્વારા રોડ-શોમાં બાઇક - રેલી યોજાઇ હતી તે નજરે પડે છે. (તસ્વીરો : સંદિપ બગથરીયા)(૨૧.૨૪)

રાજકોટ તા. ૩૧ : મુખ્યમંત્રી બન્યા બાદ ભૂપેન્દ્રભાઇ પટેલનો સૌ પ્રથમ વખત રાજકોટમાં સત્તાવાર કાર્યક્રમ તેમજ રોડ-શો યોજાયો હતો. જેમાં ભાજપના કાર્યકરો - આગેવાનો - વિવિધ સમાજના આગેવાનો સહિત હજારોની જનમેદનીએ ઉમટી પડી ભૂપેન્દ્રભાઇને ફુલડે વધાવી આ પ્રસંગને જાજરમાન બનાવ્યો હતો.

ભારતીય જનતા પાર્ટી, રાજકોટ મહાનગરના પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરની એક સંયુકત અખબારી યાદીમાં  જણાવાયુ છેકે રાજયના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે તા.૩૧ ડીસેમ્બરના રોજ સવારે સુશાસન સપ્તાહ પર્વના રાજય કક્ષાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રીશ્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટની મુલાકાતે આવ્યા છે. ત્યારે શહેર ભાજપ મુખ્યમંત્રીશ્રીનું ભવ્યાતિભવ્ય અને અદકેરૂ સ્વાગત કરવા રોડ–શો, દેશભકિતસભર સાંસ્કૃતીક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.

મુખ્યમંત્રીશ્રી એરપોર્ટથી કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, યાજ્ઞીક રોડ થઈને ધમેન્દ્ર કોલેજ સુધીનો રોડ–શો,સત્કાર કાર્યક્રમનો રૂટ પર કેસરીયો માહોલ સર્જાયો છે. રોડ– શોના રૂટમાં હોડીંગ્સ, બેનર, પાર્ટીના ઝંડા–ઝંડી થી સમગ્ર રૂટથી શણગારવામાં આવેલ છે. ત્યારે મુખ્યમંત્રીશ્રીનું એરપોર્ટ ખાતે પ્રથમ ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં આવેલ. ત્યારબાદ રોડ–શોના રૂટમાં ઠેર–ઠેર મુખ્યમંત્રીશ્રીનું સંતો–મહંતો, શહેરના શ્રેષ્ઠીઓ, વિવિધ સંસ્થાઓ, વિવિધ સમાજ–જ્ઞાતિ અગ્રણીઓ અને શહેરીજનો દ્વારા મુુખ્યમંત્રીશ્રીનું પુષ્પવૃષ્ટિ દ્વારા સ્વાગત કરાયેલ.

રોડ–શો ના રૂટના કુલ ૬૧ પોઈન્ટ ઉપર  વિવિધ સ્થળે સ્વાગત પોઈન્ટ ઉપર આકર્ષક ફલોટસ– સ્ટેજ બનાવવામાં આવેલ છે અને  ડી.જે–બેન્ડ ની સુરાવલિઓ સાથે દેશભકિતસભર વિવિધ કાર્યક્રમો, સાંસ્કૃતીક કાર્યક્રમોની હારમાળા સર્જાઇ હતી. અને વિવિધ સમાજના લોકો તેમની પરંપરાગત વેશભુષા સાથે મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. જેમાં ક્ષત્રીય સમાજના આગેવાન સાફો પહેરીને, ભરવાડ અને રબારી  સમાજ પરંપરાગત વેશભુષા અને રંગબેરંગી છત્રી સાથે, વ્હોરા સમાજના આગેવાનો ટોપી પહેરીને, આહીર સમાજના આગેવાનો પરંપરાગત પહેરવેશમાં, જૈન સમાજના અગ્રણીઓ સફેદ વસ્ત્રો ધારણ કરીને અને પ્રજાપતી સમાજ ચાખડાનું નિદર્શન કરી આ કાર્યક્રમને દિપાવ્યો હતો. તેમજ શહેર ભાજપ યુવા મોરચાના ૧૦૦૦ થી વધુ કાર્યકર્તાઓ કિશન ટીલવા, કુલદીપસિંહ જાડેજા, હેમાંગ પીપળીયા, પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયા(પી.પી.) ના નેતૃત્વમાં કેસરી ટોપી ધારણ કરીને બાઈક સાથે સ્વાગત કાર્યક્રમ– રોડશોમાં  જોડાયા હતા.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા માટે રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી,કીશોર રાઠોડ, નરેન્દ્રસિહ ઠાકુરના માર્ગદર્શન હેઠળ સ્વાગત, રોડ–શો, સાંસ્કૃતીક કાર્યક્રમ, બાઈક રેલી સહીતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.

આ રોડ–શોના ૧ થી ૪ રૂટની વ્યવસ્થા માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ પાર્ટીના વિવિધ આગેવાનોને જવાબદારી સોંપવામાં આવેલ છે, જેમાં રૂટ–૧ માં વિરેન્દ્રસિંહ ઝાલા, પ્રફુલભાઈ કાથરોટીયા, મનીષ રાડીયા, પરેશ હુ્રંબલ, ડો. માધવ દવે, રૂટ–ર માં પુષ્કર પટેલ, રાજુભાઈ બોરીચા, અશોક લુણાગરીયા, મહેશ રાઠોડ, રૂટ–૩ માં વિક્રમ પુજારા, દીવ્યરાજસિંહ ગોહિલ, અનીલભાઈ પારેખ, નિતીન ભુત, અશ્વીન મોલીયા, રૂટ–૪ પર દેવાંગ માંકડ, વિનુભાઈ ઘવા, સુરેન્દ્રસિંહ વાળા, લલીત વાડોલીયાને જવાબદારીની સોંપણી કરવામાં આવેલ છે, તેમજ વાહન અંગેની વ્યવસ્થા નિલેશ જલુ અને જીજ્ઞેશ જોષી સંભાળી હતી.

મુખ્યમંત્રીશ્રીનારોડ–શો નો રૂટ એરપોર્ટ થી કીસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક ,ડો. યાજ્ઞીક રોડ થઈને ધર્મેન્દ્ર કોલેજ સભા સ્થળ સુધીનો  નકકી કરાયેલ છે.ત્યારે આદરણીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું રાજકોટ શહેરના શ્રેષ્ઠીઓ, વિવિધ સમાજો, જ્ઞાતિઅગ્રણીઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ, અને વિવિધ એશોશીએસનોના હોદેદારો, પ્રતિનિધિઓ, દ્વારા પુષ્પવૃષ્ટિથી સ્વાગત કરાશે ત્યારે રોડ–શોના રૂટમાં ૬૧ જેટલા સ્વાગત પોઈનટ પર સુશોભન બેનર સ્ટેજ સહીત ઉભા કરાયેલ છે. આ સ્વાગત  પોઈન્ટ સ્થળેથી રાજકોટ શહેરના વિવિધ સમાજ, સ્વૈચ્છિક સંસ્થાઓ, એશોશીએશનના હોદેદારો મુખ્યમંત્રીશ્રીને પુષ્પવૃષ્ટિથી વધાવશે. જેમાં કેપ્ટન જોષી, નાગર સમાજ, વ્હોરા સમાજ, તથા બીઈંગ યુનાઈટેડ ગ્રુપ, ક્ષત્રીય કાઠી સમાજ, સતવારા સમાજ, સગર સમાજ, હીન્દી સમાજ, વી.વાય.ઓ., કડવા પટેલ, લેઉવા પટેલ, સીંધી સમાજ, સમસ્ત પ્રજાપતી સમાજ, એસ.પી.વાય.જી. ટ્રસ્ટ, તુરી બારોટ, મરાઠા સમાજ, સોની સમાજ, બુંદેલા,  ધોબી સમાજ, બ્રહમક્ષત્રીય સમાજ, રમતગમતના ખેલાડીઓ,  બ્રહમાકુમારી, આત્મીય, પતંજલી, આહીર સમાજ, બોરીચા સમાજ, રઘુવંશી સમાજ, લુહાર સમાજ, સુથાર સમાજ, તમામ એન્જીનિયરીંગ એશો., કડવા સમાજ, રમત–ગમત સેલ, ભરવાડ, રબારી સમાજ, મોચી સમાજ, ચારણ ગઢવી સમાજ, દેવીપુજક સમાજ, દરજી તથા સાધુ સમાજ, બીલ્ડર એશોશીએશન, મોઢવણીક સમાજ, ફ્રીડમ ગ્રુપ, શાળા–સંચાલક તથા શીક્ષક સેલ, સફાઈ કામદારસેલ, દલીત સમાજ, યુનીક વિકલાંગ ચેરીટેબલ ટ્રસ્ટ,ક્ષત્રીય સમાજ, જૈન સમાજ તથા જૈનમ ગ્રૂપ, લઘુમતી મોરચો, અરવીંદભાઈ મણીયાર ટ્રસ્ટ, પંચનાથ મંદીર ટ્રસ્ટ, બજરંગ મીત્રમંડળ, ભારત વિકાસ પરીષદ, કાનુડા મીત્રમંડળ, સાધુ–સંતો, સરગમ કલબ, વાણંદ સમાજ, બ્રહમસમાજ, સાંસ્કૃતીક સેલ, સમસ્ત ક્ષત્રીય–રાજપુત સમાજ, પુરૂર્ષાથ યુવક મંડળ, રાષ્ટ્રીય રાજપુત કરણી સેના, લીગલ સેલ, કોઠારીયા નાકા મીત્ર મંડળ તેમજ વોર્ડ–૪,પ,૬ વોર્ડ–૧૧, વોર્ડ–૧ર,૧૩,૧૪, ૧પ,૧૬,૧૭,૧૮ના ભાજપના હોદેદારો અને નાગરીકો દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત કરાયું હતું. એમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી , કીશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરની અખબારી યાદીમાં જણાવાયું હતું.

(3:11 pm IST)