Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

સેકટોરલ થીમમાં આઇટી ફંડ્સનું રિટર્સ સૌથી ઉમદા

મ્યૂચ્યુલ ફંડ્સઃ આ વર્ષે આઇટી ફંડ્સે આપ્યું ૩૬.૫૩ % સરેરાશ રિટર્ન

 નવી દિલ્હીઃ વર્ષ ૨૦૨૧માં મેટલ સ્ટોકસની સાથે આઇટી કંપનીઓના શેરધારકોનો નફો આપવાના મામલામાં સૌથી સારું પ્રદર્શન કર્યું છે. આઇટી કંપનીઓમીં આવેલ આ મજબૂતીથી આઇટી કંપનીઓમાં રોકાણ કરવાનર સેકટોરલ મ્યૂચ્યુલ ફંડ્સે વર્ષ ૨૦૨૧માં સૌથી વધુ રિટર્ન આપ્યું છે.

હવે શું કરે રોકાણકાર

આઇટી ફંડ્સનું સરેરાશ રિટર્સ આ વર્ષે ૬૩.૫૩ % રહ્યું, જે મ્યુચ્યુલ ફંડ્સની શ્રેણીઓમાં સૌથી વઝુ છે. બ્રોકરેજ ફર્મ મોતીલાલ ઓસવાલના રિસર્ચ હેડ સિદ્ધાર્થ ખેમકાએ જણાવ્યું કે, કોવિડને આઇટી કંપનીઓની રફતારમાં વધારો કર્યો છે. કારણ કે ડિઝિટલીકરણની માંગ વધી છે. તેમણે કહ્યું કે, તેજી આગામી ૨-૩ વર્ષ સુધી ચાલુ રહી શકે છે. એટલા માટે રોકાણકારોને ટેક્નોલોજી ફંડ્સમાં રોકાણને બનાવી રાખવું જોઈએ. નવા રોકાણકાર વર્ષ ૨૦૨૨માં પણ તેમાં રોકાણ કરી શકે છે.

વધુ જોખમ

આઇટી ફંડ્સના ગત ૨-૩ વર્ષ સારું પ્રદર્શન ચાલું છે જે આગામી ત્રણ વર્ષ  સુધી ચાલુ રહી શકે છે. IDBI કેપિટલના રિસર્ચ હેડ એ.કે. પ્રભાકરે જણાવ્યું કે, ઈન્ફોસિસ, ટીસીએસ, ટેક મહિન્દ્રા અને HCL ટેક જેવા શેર આઇટી ફંડ્સમાં સામેલ છે. જેનાથી તેનું રિટર્ન વધુ સારુ રહ્યું છે. જો કે, રોકાણકારોને કોઈ એક સેકટર અથવા સેગમેટની કંપનીઓમાં રોકાણથી બચવું જોઈએ. કારણ કે તેમાં વધુ જોખમ હોય છે.

કોના માટે છે સારું

સેકટોરલ મ્યુચ્યુલ ફંડ સ્કીમ તે રોકાણકારો માટે સારો વિકલ્પ છે જેમનામાં હાઈ રિસ્ક લેવાની ક્ષમતા છે. સેકટોરલ ફંડ્સમાં તે જ રોકાણકારોએ રોકાણ કરવું જોઈએ, જે સંબંધિત સેકટરને સારી રીતે સમજતા હોય, તેના મૂવમેંટને ટ્રેક કરતા હોય. કોઈ ખાસ સેકટરના ફંડ્સમાં રોકાણ પહેલા પોતાના પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરી લેવો જોઈએ. જેથી તેના સેકટરમાં મોટો ઘટાડો આવે તો નુકસાનને ઓછું કરી શકાય.

(3:18 pm IST)