Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

ગુગલે ૨૦૨૧ને કર્યુ અલવિદાઃ બનાવ્યું શાનદાર એનિમેટેડ ડૂડલ

 

નવી દિલ્હી, તા.૩૧: ગૂગલે આજે ન્યુ યર ઈવના અવસરે એક ડૂડલ બનાવ્યુ છે. આજે ૨૦૨૧ને છેલ્લો દિવસ છે. આ ડૂડલને રાતે ૧૨ વાગ્યાથી લાઈવ કરી દેવાયુ છે. આમાં કેન્ડી, જેકલાઈટ્સ વગેરે બતાવવામાં આવ્યુ છે. ગૂગલે પોતાના નવા ડૂડલમાં ૨૦૨૧ કેપ્શનવાળી એક કેન્ડી બતાવી છે. નવુ વર્ષ ૨૦૨૨નુ સ્વાગત કરવા માટે ૩૧ ડિસેમ્બરે રાતે ૧૨ વાગતા જ પોપ કરવા માટે તૈયારી બતાવાઈ રહી છે.

જ્યારે આ ડૂડલ પર કિલક કરશો તો આપની સામે એક પેજ ઓપન થઈ જશે. જેમાં ન્યુ યર ડૂડલ સાથે સંબંધિત તમામ જાણકારી હાજર હશે. સાથે જ કલરફુલ પેપરના ટુકડા ઉપરથી નીચે પડતા જોવા મળશે. સાથે જ રાઈટ સાઈડમાં આપવામાં આવેલા બોકસમાં એક કોનનુ એનિમેશન બનાવાયુ છે. જેવુ જ તમે આની પર કિલક કરશો તો આ ફટાકડાની જેમ ફૂટી જશે અને એક અવાજ પણ આવશે. જેમાંથી કલરફુલ પેપરના ટુકડા નીકળતા જોવા મળશે.

ડૂડલમાં ગૂગલના સ્પેલિંગના Gએ પાર્ટીની ટોપી પહેરી છે. આ ૨૦૨૧ને અલવિદા કહેવા માટે બિલ્કુલ તૈયાર છે. ગૂગલ ડૂડલ પેજ પર લખ્યુ છે કે આ ૨૦૨૧ માટે એક રેપ છે- નવા વર્ષની શુભકામનાઓ!

(3:17 pm IST)