Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

રાજકોટને ૨૧૭ કરોડની નવા વર્ષની ભેટ

ડ્રેનેજ - ફાયર સેફટી અને ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ૧૮૭ કરોડ તથા રસ્તા માટે ૩૦ કરોડ ફાળવાશેઃ સીએમ : ભવ્ય રોડ શો-જાજરમાન સત્કારથી મુખ્યમંત્રી ગદ્ગદ્... આજે તમે મારો વટ પાડી દીધોઃ હવે તમારા બધા કામ પૂરા કરીને અમે અમારો વટ પાડી દઇશુઃ રાજકોટવાસીઓને સીએમની હૈયાધારણા

રાજકોટ તા. ૩૧ : સુશાસન સપ્તાહના રાજ્યકક્ષાના સમાપન સમારોહના ભાગરૂપે રાજકોટમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજકોટના વિકાસ કામ માટે રૂપિયા ૨૧૭ કરોડની નવા વર્ષની ભેટ આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું સુશાસન સપ્તાહના રાજ્યકક્ષાના સમાપન સમારોહના ભાગરૂપે રાજકોટ ખાતે આગમન થતાં એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. એરપોર્ટથી ધર્મન્દ્રસિંહજી કોલેજ સુધી રોડ-શો યોજાયો હતો. ત્યારબાદ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે સુશાસન સપ્તાહના સમાપન સમારોહમાં મ્યુનિ. કોર્પોરેશન તથા જિલ્લા કક્ષાના તથા રાજ્ય કક્ષાના વિવિધ યોજનાના ખાતમુહૂર્તો અને લોકાર્પણો રિમોટ કંટ્રોલ મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે ઉદ્બોધન પહેલા શહેરના જુડોના ખેલાડીઓનું અકસ્માતમાં જીવ ગુમાવનાર ખેલાડીઓને શાબ્દીક શ્રધ્ધાંજલિ અર્પી હતી.

આ પ્રસંગે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તેમના વકતવ્યમાં એમ જણાવ્યું હતું કે, 'કાઠિયાવાડમાં કોક દિ ભૂલો પડ ભગવાન .... 'એ કહેવત રાજકોટ શહેર અને શહેરીજનોએ સાવ સાચી પાડી છે. રાજકોટની જનતા એ વટ પાડી દીધો એ વાત પણ એટલી જ સાચી છે. રાજકોટનું ઋણ સ્વીકાર કરતા મુખ્યમંત્રીશ્રીએ સને ૨૦૨૨ નાં વર્ષ માટે સ્વચ્છતા, ફાયર સેફટી, ડ્રેનેજ સહિતના વિવિધ વિભાગોના કામો માટે રૂ. ૧૮૭ કરોડ અને શહેરી સડકોનાં કામો માટે રૂ. ૩૦ કરોડ એમ કુલ મળીને રૂ. ૨૧૭ કરોડની મંજુરી આપ્યાની જાહેરાત કરી હતી. તેમણે વધુમાં કહ્યું હતું કે, અમારી પણ ફરજ છે કે, તમારા કામો પરિપૂર્ણ કરીએ. અમો ત્યાં બેઠા છીએ અને લોકસેવાના તમામ કામો કરતા રહીશું.

મુખ્યમંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યું હતું કે, ગ્રામ્ય પંથકોને પણ ટેકનોલોજીના ઉપયોગ સાથે વધુ ઝડપથી અને સારી સેવાઓ મળે તે માટે ઈ-ગ્રામ સેવાઓ વધારવામાં આવી રહી છે. રાજયના નાના માણસો આત્મનિર્ભર બને તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અને તેને વધુ ને વધુ અસરકારક બનાવવાના તમામ પ્રયાસો ચાલુ જ છે. આજે રાજકોટ મહાનગરપાલિકાનાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા તેનો મને આનંદ છે. નાગરિકોના ચહેરા પર યોજનાઓ લાભો અને સેવાઓ મળી રહ્યાનો આનંદ પણ દેખાય છે.કોરોના કાળમાં રાજય સરકાર અને સંબંધિત તમામ વિભાગોએ ખુબ સારી કામગીરી કરી છે અને જરૂરિયાત મજબ જાહેર સ્વાસ્થ્યની કામગીરી કરતા રહીશું. શહેરોનિ માફક ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોને ઘરનું ઘર મળી રહે તે માટે આવાસ યોજનાઓની કામગીરી સરકાર કરી રહી છે. આ તકે મુખ્યમંત્રીશ્રીએ બગોદરાનાં અકસ્માતમાં મૃત્યુ પામનાર લોકોને શ્રધ્ધાંજલિ પણ અર્પી હતી.

શિક્ષણ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ તેમના પ્રવચનમાં એમ જણાવ્યું હતું કે, રાજકોટમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું જાજરમાન સ્વાગત થયું છે અને રાજકોટે તો જમાવટ કરી દીધી છે અને પ્રભારી તરીકે હું રાજકોટની સમગ્ર ટીમને ખુબ ખુબ અભિનંદન આપું છુ. તેમણે વધુમાં કહ્યું હતું કે, અગાઉની સરકારો વખતે જે તે ગામ કે શહેરને માંડ માંડ નાની રકમોની ગ્રાન્ટ મળતી હતી પરંતુ ભાજપના શાસનમાં રોજ કરોડો રૂપિયાના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત થઇ રહયા છે. આ ગૂડ ગવર્નન્સનું જ પરિણામ છે અને રાજય સરકાર જનતાની પ્રગતિ માટે સતત કાર્યશીલ અને કટિબદ્ઘ છે.

સુશાસન દિવસની ઉજવણીના ભાગ રૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તા. ૩૧-૧૨-૨૦૨૧ ના રોજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રૂ. ૮૨.૪૯ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાતમુર્હુત કરવામાં આવેલ જેમાં રૂ. ૧.૩૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલ ઓર્ગેનિક વેસ્ટ કમ્પોસ્ટ પ્લાન્ટ, વોર્ડ નં. ૧૮ માં રૂ.૩.૦૧ કરોડના ખર્ચે નવું બનાવવામાં આવેલ પ્રાથમિક શાળાનું નવું બિલ્ડીંગ, વોર્ડ નં. ૧૩ માં રૂ. ૨.૩૧ કરોડના ખર્ચે શ્યામાપ્રસાદ મુખર્જી શાળા નં. ૬૯ નુ નવું બિલ્ડીંગ, રૂ. ૭ કરોડના ખર્ચે પી.પી.પી. યોજના હેઠળ નિર્માણ પામેલ આવાસોનું તથા રૂ. ૨૦.૧૨ કરોડના ખર્ચે ૮૧ મિ. હાઈડ્રોલિક પ્લેટફોર્મનુ લોકાર્પણ તેમજ વોર્ડ નં.૧૧ માં ઙ્ગરૂ. ૦.૩૩ કરોડના ખર્ચે બનાવવામાં આવનાર બગીચાનું, રૂ. ૪૩.૦૩ કરોડના ખર્ચે ન્યારી-૧ ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન સુધી ૧૨૦૦ વ્યાસ ની એમ.એસ. પાઈપલાઈન તથા વોર્ડ નં. ૩ માં રૂ. ૫.૦૭ કરોડના ખર્ચે ઙ્કએઈમ્સઙ્ખ રસ્તા પર માઈનોર બ્રિજનુઙ્ગ ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

ઙ્ગઆમ, આ કાર્યક્રમમાં રૂ. ૩૩.૭૯ કરોડના વિકાસ કામોના લોકાર્પણ તથા રૂ. ૪૮.૭૦ કરોડના વિકાસ કામોના ખાતમુર્હુત થયેલ છે.

ઙ્ગઆ પૂર્વે જિલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચન કર્યું હતું. જયારે પંચાયત વિભાગના વડા શ્રી વિપુલ મિત્રાએ પંચાયત વિભાગના કામો અને ઈ-ગ્રામ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજકોટ મહાનગરપાલિકાના રૂ. ૮૨.૪૯ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ તથા ખાત મુર્હુત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજયપાલ વજુભાઈ વાળા, મેયર ડો. પ્રદિપ ડવ, શિક્ષણ વિભાગના મંત્રી ઙ્ગજીતુભાઈ વાધાણી, ગ્રામ્ય વિકાસ ભાગના મંત્રી અર્જુન સિંહ ચૌહાણ, ગૃહ વિભાગના મંત્રી હર્ષકુમાર સંધવી, વાહન વ્યવહાર વિભાગના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી બ્રિજેશભાઇ મેરજા, મનસુખભાઈ કાચરીયા, સાંસદો મોહનભાઈ કુંડારિયા રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રીઓ ગોવિંદભાઈ પટેલ અને લાખાભાઈ સાગઠીયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઈ ભંડેરી, રાજયના પૂર્વ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને જયેશભાઈ રાદડિયા, શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, જિલ્લા પંચાયતનાં પ્રમુખ ભુપતભાઈ બોદર, ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, ડો. વી.આર.કથીરીયા, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, પાર્ટીના હોદેદારો, અધિકારીઓ વિગેરે ઉપસ્થિત રહયાં હતાં. ઙ્ગ

આ અવસરે કલેકટર અરૂણ મહેશ બાબુ ઉપરાંત મ્યુનિ. કમિશનર અમિત અરોરા, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, ડીડીઓ દેવ ચૌધરીએ મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કર્યું હતું. જયારે મેયર ડો. પ્રદિપ ડવ, ડેપ્યુટી ડે.મેયર ડો. દર્શીતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષ નેતા વિનુભાઈ ધવા, દંડક સુરેન્દ્રસિંહ વાળાએઙ્ગ તેમજ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, જીતુભાઈ કોઠારી અને નરેન્દ્રસિંહ ઠાકુરે તેમજ જિલ્લા પંચાયતનાં પદાધિકારીઓ અને હોદેદારોએ તથા રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ એસોશીએશન દ્વારાઙ્ગ મુખ્યમંત્રીનું પુષ્પ હાર અને સ્મૃતિ ચિહ્રનથી સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત  વિજયભાઈ રૂપાણીએ પણ  મુખ્યમંત્રીનું બૂકેથી સ્વાગત કર્યું હતું. આ અવસરે મુખ્યમંત્રીના એ.સી.એસ. પંકજ જોશી, ઉપરાંત અન્ય વરિષ્ઠ અધિકારીઓ સોનલ મિશ્રા, પીજીવીસીએલના એમ.ડી.  બરનવાલ મહાનગરપાલિકાનાં નાયબ મ્યુનિ. કમિશનરો આશિષકુમાર ચેતન નંદાણી અને એ.આર.સિંહ વગેરેએ સ્વાગત કર્યું હતું.

(3:34 pm IST)