Gujarati News

Gujarati News

News of Friday, 31st December 2021

કોરોનાની ત્રીજી લહેર મુંબઈ, દિલ્હીના કેટલાક ક્લસ્ટરોમાં શરૂ થઈ છે: મહારાષ્ટ્ર ટાસ્ક ફોર્સના સભ્યની જાહેરાત

મુંબઈ : મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સના એક સભ્યએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ કેસોમાં થયેલા ભારે વધારાને જોતા, તે તારણ કાઢવું "વાજબી" હશે કે ત્રીજી લહેર કમ સે કમ દિલ્હી અને મુંબઈના કેટલાક ક્લસ્ટરોમાં/સમુહોમાં શરૂ થઈ ગયેલ છે.

મહારાષ્ટ્ર કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યએ જણાવ્યું છે કે કોવિડ-૧૯ રોગચાળાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે.  ટાસ્ક ફોર્સના સભ્ય ડો. રાહુલ પંડિતે જણાવ્યું હતું કે, કોવિડ-૧૯ રોગચાળાની ત્રીજી તરંગ ઓછામાં ઓછી દિલ્હી અને મુંબઈના કેટલાક ક્લસ્ટરોમાં શરૂ થઈ છે તેમ કહેવું બીલફૂલ "વાજબી" છે.
 ડો. રાહુલ પંડિતે જણાવ્યું હતું કે જીનોમ સિક્વન્સિંગ અંગેના પ્રારંભિક તારણો અને ડેટાની હજુ રાહ જોવાઈ રહી છે પરંતુ ભારતમાં કોવિડ-૧૯ તરંગ ફરી જીવિત થઈ ગઈ હોવાનું જણાય છે.

(10:33 pm IST)