મુખ્ય સમાચાર
News of Monday, 1st February 2021

રજનીકાંત અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનીત ફિલ્મ ‘ROBOT’ના ડાયરેક્ટર સામે બિનજામીનપાત્ર વોરંટ

તમિલનાડુના એક લેખકે ROBOTના ડાયરેક્ટર પર સાહિત્ય ચોરીનો આરોપ લગાવ્યો હતો

મુંબઈ : સુપરસ્ટાર રજનીકાંત અને ઐશ્વર્યા રાય બચ્ચન અભિનીત  ફિલ્મ ‘ROBOT’ના ડાયરેક્ટર સામે બિનજામીનપાત્ર વોરંટ જાહેર કરાયું છે  વર્ષ 2010માં ROBOT ફિલ્મ રિલીઝ થયા બાદ તમિલનાડુના એક લેખકે ROBOTના ડાયરેક્ટર પર સાહિત્ય ચોરીનો આરોપ લગાવ્યો હતો. આ કેસમાં કોર્ટે ROBOTના ડાયરેક્ટર એસ.શંકરને અનેકવાર કોર્ટ સમક્ષ હાજર થવા સમન્સ આપ્યા હતા. કોર્ટ સમક્ષ હાજર ન થતાં ચેન્નાઈના એગ્મોરમાં એક મેટ્રો કોર્ટે એસ.શંકર વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે.

વર્ષ 2010માં ROBOT ફિલ્મ રિલીઝ થયા બાદ તમિલનાડુના એક લેખકે અરૂરે ROBOTના ડાયરેક્ટર એસ.શંકર પર સાહિત્ય ચોરીનો આરોપ લગાવ્યો હતો. લેખકે દાવો કર્યો હતો કે એસ.શંકરે લેખકની ‘જીગુબા’ વાર્તાની કોપી કરીને ROBOT મુવીની સ્ક્રીપ્ટ તૈયાર કરી તેમજ તેના પર મુવી બનાવ્યું. આ વાર્તા પહેલીવાર વર્ષ 1996 તમિલનાડુની એક પત્રિકામાં પ્રકાશિત થઈ હતી, ત્યારબાદ 2007માં ‘ઢીક ઢીક દીપિકા ઢેપિકા’ નામે ઉપન્યાસ રૂપે પ્રકાશિત કરવામાં આવી હતી.

લેખક અરૂરે Copyright Act 1957 અંતર્ગત ડાયરેક્ટર એસ.શંકર વિરૂદ્ધ સાહિત્ય ચોરીનો કેસ કર્યો હતો. લેખક દ્વારા કરવામાં આવેલા સહિત્યચોરીના કેસમાં એગ્મોરમાં એક મેટ્રો કોર્ટે એસ.શંકર વિરુદ્ધ બીનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું છે. આ કેસની આગામી સુનાવણી 19 ફેબ્રુઆરીએ હાથ ધરવામાં આવનાર છે.

(12:00 am IST)