મુખ્ય સમાચાર
News of Monday, 1st February 2021

ઓરિસ્સામાં ગોઝરો અકસ્માત : પીકઅપ વેન પલ્ટી જતા 10 લોકોના મોત : 15 લોકો ઘાયલ

છત્તીસગઢમાં બેસણામાં ગયેલા લોકો પરત ફરતા હતા ત્યારે કોરાપુટ જિલ્લામાં વાન પલ્ટી

નવી દિલ્હી : ઓરિસ્સાના  કોરાપુટ જિલ્લામાં રવિવારે એક પિકઅપ વેનના પલટવાથી ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા છે. જ્યારે 15 અન્ય લોકો ઘાયલ થયા છે.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ઘટના કોટપડ પોલીસ સ્ટેશનના મુર્તાહાંડીમાં થઈ છે. તેમણે જણાવ્યું કે આ દુર્ઘટના તે સમયે થઈ જ્યારે લગભગ 30 લોકો પડોશી છત્તીસગઢ રાજ્યમાંથી એક સંબંધીના બેસણામાં સામેલ થયા બાદ પોતાના ગામ પાછા ફરી રહ્યા હતા.

કોરાપુટના પોલીસ અધિક્ષક વરુમ ગુંટુપલ્લીએ જણાવ્યું કે 10 લોકોના સ્થળ પર જ મોત થઈ ગયા હતા. તેમણે જણાવ્યું કે 15 ઘાયલોને કોટપડના એક હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ઘાયલોમાં 10 લોકોની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે.

(12:13 pm IST)