મુખ્ય સમાચાર
News of Monday, 1st February 2021

ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનો પ્રવાસ કરી ભારતના મહેમાન બનતા દુર્લભ પ્રજાતિના ગીધ્ધો

સિનેરિયમ અને હિમાલીયન વલ્ચરે રાજસ્થાનના સીમાવર્તી વિસ્તારોમાં ડેરો નાખ્યો

જેસલમેર તા. ૧: સરહદી જીલ્લાના વન્યજીવન વસ્તીવાળા ક્ષેત્ર લાઠી, ભાદરીયા, ખેતોલાઇ, ધોલીયા અને લોહટામાં દુર્લભ પ્રજાતિના ગિધ્ધોની સંખ્યા એકાએક વધવા લાગી છે. આ દુર્લભ પ્રજાતિના ગીધ્ધો સરહદો પાર કરી ભોજનની ખોજમાં જોવા મળી રહ્યા છે. પશુઓની વસ્તીવાળા આ વિસ્તારમાં મૃત પશુઓને ખાવા ગીધ્ધોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

જાણકારો મુજબ વિદેશમાં ઠંડી વધવાના કારણે ભોજન માટે ગીધ્ધ હજારો કિલોમીટરની સફર કરી અહીં આવે છે. ગીધ્ધ ફેબ્રુઆરી અને માર્ચ સુધી અહીં રહેશે. એકાએક સંખ્યા વધવાથી ગીધ્ધ ક્ષેત્રમાં વન વિભાગે ચોકસી વધારી દીધી છે. રસ્તા અને રેલ અકસ્માતથી બચાવવા વન કર્મીઓ તૈનાત કરાયા છે.

આ પ્રકારે અન્ય વિસ્તારોમાં પણ ગીધ્ધોનું ધ્યાન રાખવા અલગથી કર્મચારી તૈનાત કરાયા છે. પર્યાવરણ પ્રેમી રાધેશ્યામ જણાવે છે કે સંકટગ્રસ્ત ગીધ્ધોના લાઠી ક્ષેત્રમાં જોવું સુખદ સંકેત છે. સિનેરિયા વલ્ચર અને હિમાલીયન વલ્ચર પ્રવાસ છે જે ઠંડીમાં દેશાંતર ગમ કરી ભોજન માટે પહોંચ છે. તેઓ મધ્ય એશીયા, યુરોપ, તિબેટ વગેરે જેવા ઠંડા પ્રદેશોમાંથી આવે છે. તેઓનું મુખ્ય ભોજન મૃત પશુઓ છે. ગીધ્ધની પ્રકૃતિ સફાઇ કર્મી માનવામાં આવે છે અને પારિસ્થિતીક તંત્રની મુખ્ય કડી છે.

(12:53 pm IST)