મુખ્ય સમાચાર
News of Monday, 1st February 2021

વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં મેચ જોવા આવશે વડાપ્રધાન : નરેન્દ્રભાઈ મોટેરાના બની શકે મહેમાન

બીસીસીઆઈ પીએમ મોદી, ગૃહમંત્રી અમિતભાઇ શાહ, ખેલમંત્રી કિરણ રીજ્જુ સહીત અનેક મોટા નેતાઓને આમંત્રણ પાઠવી શકે છે

નવી દિલ્હી :ભારત ઈંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી 5 ફેબ્રુઆરીથી ચેન્નઇમાં શરૂ થનાર છે, ટેસ્ટ શ્રેણીની પ્રથમ બે મેચ ચેન્નાઈમાં યોજાવાની છે. જ્યારે ચાર મેચની શ્રેણીની બાકીની બે મેચ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાનાર છે. પ્રથમ ટેસ્ટ મેચ 5 ફેબ્રુઆરીથી 9 દરમિયાન રમાશે. બીજી ટેસ્ટ મેચ 13 થી 17 ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર છે. ત્રીજી ટેસ્ટ ડે નાઈટ હશે જે 24 થી 28 ફેબ્રુઆરી વચ્ચે રહેશે, ચોથી ટેસ્ટ પણ અમદાવાદમાં 4 થી 8 માર્ચ દરમિયાન યોજાશે.

 અહેવાલો અનુસાર, પીએમ મોદી ઘણા મોટા નેતાઓ વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડની મેચ જોવા માટે આવી શકે છે, જેનું બીસીસીઆઈ આયોજન કરી રહ્યું છે.

અહેવાલો અનુસાર બીસીસીઆઈ પીએમ મોદી, ગૃહ પ્રધાન અમિતભાઈ  શાહ, રમત ગમત પ્રધાન કિરેન રિજિજુની સાથે ઘણા મોટા નેતાઓને આમંત્રણ આપી શકે છે. 24 થી 28 ફેબ્રુઆરી દરમિયાન, અમદાવાદના સૌથી મોટા મેદાન પર પ્રથમ વખત મેચ રમાશે, જેના માટે આ બધાને બોલાવી શકાય છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે મોટેરા સ્ટેડિયમમાં મુલાકાતીઓને આવવાની પરવાનગી મળી શકે છે. જો આવું થાય, તો કોરોના યુગમાં પહેલીવાર બનશે જ્યારે પ્રેક્ષકોને મેદાન પર છૂટ આપવામાં આવશે.

  નવીનીકરણ કરાયા  બાદ અમદાવાદ સ્ટેડિયમમાં આ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ હશે. ખાસ વાત એ છે કે આ સ્ટેડિયમના 1,10,000 જેટલા પ્રેક્ષકો બેસીને મેચની મજા માણી શકે છે. ટેસ્ટ સિરીઝ બાદ ઇંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ ટી -20 મેચ પણ આ મેદાન પર યોજાવાની છે. હવે જોવાનું એ રહેશે કે બીસીસીઆઈ ઇંગ્લેન્ડની મેચ કેવી રીતે ગોઠવે છે, પછી ભલે મોટા નેતાઓ આવે કે નહીં

(7:01 pm IST)