મુખ્ય સમાચાર
News of Wednesday, 1st February 2023

નવોઢાના શંૃગારમાં ચોકલેટનાં ઘરેણાં અને ચોકલેટની હેરસ્‍ટાઇલ

કિટકેટ, ફાઇવસ્‍ટાર, મિલ્‍કી બાર અને ફેરેરો રોચર જેવી ચોકલેટ ગોઠવીને તેણે ચોટલાનો શણગાર કર્યો છે

નવી દિલ્‍હી,તા.૧: ભારતમાં લગ્ન હંમેશાં ભપકાદાર રહ્યાં છે. અનેક ધાર્મિક વિધિ તેમ જ મહેમાનોની ભીડ વચ્‍ચે નવપરિણીત યુગલ વિશેષ દેખાવા માગતું હોય એ સામાન્‍ય વાત છે અને એમાં પણ નવવધૂના શ્રૃંગાર વિશે તો મહિનાઓથી તૈયારી ચાલતી હોય છે. નવવધૂને પ્રત્‍યેક પ્રસંગ પછી એ હલદી, મેંદી, સંગીત કે લગ્ન હોય; આગવો મેકઅપ, આભૂષણ અને વસ્ત્રસજ્જા કરવાની હોંશ હોય એ સ્‍વાભાવિક છે. 

મેકઅપ-આર્ટિસ્‍ટ ચિત્રાએ એક નવવધૂનો ફોટો અને વિડિયો શેર કર્યા છે, જેને તેણે તૈયાર કરી હતી. આ દુલ્‍હનની વિશેષતા એ છે કે તેણે આખો શ્રૃંગાર ચોકલેટથી કર્યો છે. કિટકેટ, ફાઇવસ્‍ટાર, મિલ્‍કી બાર અને ફેરેરો રોચર જેવી ચોકલેટ ગોઠવીને તેણે ચોટલાનો શણગાર કર્યો છે. કાનમાં લટકણ સાથે મેન્‍ગો બાઇટ ચોકલેટ લગાડી છે, જે તેના પીળા રંગનાં વષાો સાથે મેચ થાય છે. આ બધાથી આગળ વધીને તેણે માંગપટ્ટી, માંગટીકા અને ગળાના હારમાં પણ એક્‍લેર્સ અને અન્‍ય ચોકલેટથી સજાવટ કરી છે.   ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કરાયા બાદથી અત્‍યાર સુધી વિડિયોને બે લાખ લાઇક્‍સ અને ૬૦ લાખ વ્‍યુઝ મળ્‍યા છે. કેટલાકે આ શ્રૃંગારની સરાહના કરી છે, તો કેટલાકે આલોચના કરી છે.

(10:48 am IST)