મુખ્ય સમાચાર
News of Wednesday, 1st February 2023

યુ ટયુબ પરથી હટાવાશે લિંગ પરીક્ષણના ચાર હજાર વીડિયા

કેન્‍દ્રિય સ્‍વાસ્‍થ્‍ય મંત્રાલયનો આદેશ

નવી દિલ્‍હીઃતા.૧:કેન્‍દ્રીય આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ મંત્રાલયે મંગળવારે પ્રિ-નેટલ લિંગ પરીક્ષણ પર વિડિઓ અપલોડ કરનારા યુ ટયુબ યુઝર્સને નોટિસ મોકલી છે. મંત્રાલયે તેમને ૩૬ કલાકની અંદર આવા વીડિયો હટાવવાનો આદેશ આપ્‍યો છે. મંત્રાલયે આવા લગભગ ૪,૦૦૦ વીડિયોની યાદી બનાવી છે, જે વિવિધ પ્રેગ્નન્‍સી રિપોર્ટ્‍સ જોઈને ભ્રૂણનું લિંગ કેવી રીતે નક્કી કરવું તેની માહિતી આપે છે.

પ્રી-કન્‍સેપ્‍શન એન્‍ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્‍ટિક ટેકનિક એક્‍ટ, ૧૯૯૪ (ભ્‍ઘ્‍ભ્‍ફઝવ્‍ એક્‍ટ) એ ભારતમાં પ્રિ-નેટલ લિંગ પરીક્ષણ પર પ્રતિબંધ મૂકયો છે અને ડાયગ્નોસ્‍ટિક સેન્‍ટરો તેના હેઠળ સખત રીતે નિયંત્રિત છે. આ કાયદોસ્ત્રી ભ્રૂણ હત્‍યા રોકવા અને ભારતમાં ઘટી રહેલા લિંગ ગુણોત્તરને રોકવા માટે બનાવવામાં આવ્‍યો હતો. અન્‍ડર સેક્રેટરી પીવી મોહનદાસે કહ્યું કે મંત્રાલય વાંધાજનક સામગ્રી માટે સોશિયલ મીડિયા પર નિયમિતપણે નજર રાખે છે. તેણે કહ્યું, ૅજ્‍યારે આ વીડિયો અમારા ધ્‍યાન પર લાવવામાં આવ્‍યા હતા, ત્‍યારે અમે સૌથી પહેલા વાંધાજનક ચેનલોને ઓળખી અને સૂચિબદ્ધ કરી હતી. મંગળવારે, અમે તેમને કન્‍ટેન્‍ટને દૂર કરવા માટે નોટિસ મોકલી હતી અને તેમને એ પણ જાણ કરી હતી કે તે સજાપાત્ર ગુનો છે. વાસ્‍તવમાં દિલ્‍હી સ્‍થિત રેડિયોલોજિસ્‍ટ ડૉ. અનુજ અગ્રવાલે સૌપ્રથમ ટ્‍વિટર પર આવા લિંગ-નિર્ધારણના વીડિયો વિશે લખ્‍યું હતું. અગ્રવાલ રેડિયોલોજી પર વીડિયોની શોધમાં યુટયુબ પર સ્‍ક્રોલ કરી રહ્યા હતા અને આવો જ એક વાંધાજનક વીડિયો સામે આવ્‍યો. જે ચેનલ પર વિડિયો પોસ્‍ટ કરવામાં આવ્‍યો હતો તે પ્રેગ્નન્‍સી, પ્રેગ્નન્‍સી ટીપ્‍સ અને પ્રિનેટલ લિંગ પરીક્ષણની ટેકનિકોથી ભરેલી હતી.

(3:09 pm IST)