મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

અમેરિકામાં જ્હોનસન એન્ડ જ્હોનસનની વેક્સિનને મંજૂરી

વેક્સિન માત્ર એક ડોઝમાં અસરકાર છે : ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને જોનસન એન્ડ જોનસનની વેક્સિનને મંજૂરી આપી :યુએસમાં ત્રીજી વેક્સિનને મંજૂરી

વોશિંગટન, તા. ૨૮ : બાદ હવે અમેરિકામાં ત્રીજી વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને શનિવારે જોનસન એન્ડ જોનસનની વેક્સિનને મંજૂરી આપી છે. ત્નશ્ત્ન ની વેક્સિન બેની જગ્યાએ માત્ર એક ડોઝ અસરકારક છે. અમેરિકામાં પાંચ લાખથી વધુ લોકોના મૃત્યુ કોરોનાને કારણે થઈ ચુક્યા છે અને વેક્સિનેશનને ઝડપી બનાવવા એવી વેક્સિનની રાહ જોવાતી હતી, જેનો એક ડોઝ અસરકારક હોય.

FDAની પેનલે એકમતથી વેક્સિનને ક્લિયર કરી અને કહ્યું કે વેક્સિન ગંભીર બીમારી, હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર અને મોતની આશંકાને ઓછી કરવામાં અસરકારક સાબિત થઈ છે. તેનાથી શરીરમાં સુરક્ષા પેદા થતી જોવા મળી છે. ત્રીજી વેક્સિન મળવાથી વેક્સિનેશન પ્રોગ્રામમાં તેજી આવવાની આશા વધી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે હવે દેશમાં દરેક વ્યસ્કને વેક્સિનેટ કરી શકાશે.

J&Jની વેક્સિનની ટ્રાયલ ત્રણ મહાદ્વીપોમાં કરવામાં આવી હતી. અમેરિકામાં ગંભીર બીમારી વિરુદ્ધ  ૮૫.૯%, દક્ષિણ આફ્રિકામાં ૮૧.૭ ટકા, અને બ્રાઝિલમાં  ૮૭.૬% સુરક્ષિત જોવા મળી છે. ખાસ વાત છે કે આ દેશોમાં વાયરસના નવા સ્ટ્રેન મળ્યા છે જે ચિંતાનું કારણ બનેલા છે. આ સ્ટ્રેન પહેલાના મુકાબલે વધુ સંક્રામક છે. ટ્રાયલમાં માત્ર ૨.૩ ટકા ગંભીર સાઇડ ઇફેક્ટ જોવા મળી. તે માટે ટ્ઠઙ્ઘીર્હદૃૈિેજ ની મદદથી પ્રોટીનને શરીરમાં પહોંચાડવામાં આવે છે, જેથી ઇમ્યૂન રિસ્પોન્સ પેદા થાય છે.

હાલના અંદાજ પ્રમાણે જૂનના અંત સુધી ૧૦ કરોડ ડોઝ ઉપલબ્ધ થઈ શકે છે પરંતુ ત્નશ્ત્ન એ કહ્યું કે, આ મહિનાની શરૂઆતમાં ૩૦થી ૪૦ લાખ ડોઝ તત્કાલ ઉપલબ્ધ થઈ શકે છે. રાષ્ટ્રપતિ જો બાઇડેને એફડીએની મંજૂરીને અમેરિકા માટે ઉત્સાહજનક સમાચાર ગણાવ્યા છે.

(12:00 am IST)