મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

વડાપ્રધાને દાખલો બેસાડયોઃ વેકસીનનો લીધો પ્રથમ ડોઝ

કોરોના વેકસીનના બીજા તબક્કાનાં પ્રારંભે જ પીએમ મોદીએ એઇમ્સ ખાતે ભારત બાયોટેકની 'કોવેકસીન'નો પ્રથમ ડોઝ લીધો : ટ્વીટ કરી આપી માહિતીઃ યોગ્યતા પ્રાપ્ત વ્યકિતને રસી લેવા કરી અપીલઃ જે વેકસીન પર સવાલ ઉઠાવતા'તા વિપક્ષોને જ વેકસીન લઇ વડાપ્રધાને આપ્યો મોટો સંદેશ : નીતિશ- પટનાયક સહિતના અગ્રણીઓએ પણ લીધી રસી

નવી દિલ્હી, તા.૧: કોરોનાના રસીકરણના બીજા ચરણની આજથી શરુઆત થઈ ગઈ છે. આની સાથે પીએમ નરેન્દ્રભાઇ મોદીએ કોરોનાની રસીનો પહેલો ડોઝ લઈ લીધો છે. પીએમ મોદી સવારમાં નવી દિલ્હી સ્થિત એમ્સ પહોંચ્યા અને કોરોનાની રસીનો ડોઝ લીધો હતો. આની સાથે પીએમ મોદીએ લોકોને કોરોનાની રસી લગાવવા માટે અપીલ કરી હતી.

પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે મે એમ્સમાં કોરોનાની રસીનો મારો પહેલો ડોઝ લીધો. આ પ્રશંસનીય છે કે કેવી રીતે આપણા ડોકટરો અને વૈજ્ઞાનિકોએ કોરોનાની વિરુદ્ઘ  વૈશ્વિક લડાઈને મજબૂત કરવા માટે ત્વરિત સમયમાં કામ કર્યુ છે.

હું તે તમામને અપીલ કરુ છું કે જે રસી લેવા માટે યોગ્ય છે તેઓ લે. સાથે ભારતને કોરોના મુકત બનાવે.

ખાસ વાત એ છે કે પીએમ મોદીએ સોમવારે જે રસીનો ડોઝ લીધો છે તે ભારત બાયોટેકની કોવેકસીન છે. આ રસીને ભારત બાયોટેકે ડેવલપ કરી છે. વિપક્ષ દ્વારા આ રસીને મંજૂરી આપવા પર અનેક સવાલ ઉભા કરવામાં  આવ્યા હતા. સાથે રસીની ગંભીરતા પર નિશાન સાધવામાં આવ્યું હતુ. એટલું જ નહીં ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટની વચ્ચે રસીને લઈને વિવાદ થયો હતો. પરંતુ પીએમ મોદીએ કોવેકસીન લઈ તમામ પ્રશ્નો પર પુર્ણ વિરામ લગાવી દીધું છે.

PM મોદીએ સોમવારે કોરોના વેકિસનની પહેલો ડોઝ લગાવાયો. દેશમાં ૧ માર્ચથી કોરોના વેકિસનેશનને લઈને બીજા ચરણની શરૂઆત થઈ રહી છે. એવામાં પીએમ મોદીએ સોમવારે સવારે વેકિસન લગાવી. વેકિસનને લઈને દેશમાં કેટલીક પ્રકારના નિવેદનબાજી સામે આવી હતી. એટલુ જ નહિ વિપક્ષ તરફથી પણ PM મોદીને વેકિસન લગાવાની ચેલેન્જ આપવામાં આવી હતી.

સૌથી ખાસ વાતએ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સોમવારે જે વેકિસન લગાવી છે જે ભારત બાયોટેકની કોવેકિસન છે. દિલ્હીની AIIMSમાં પીએમ મોદીએ કોવેકિસનનો ડોઝ લીધો છે. આ વેકિસનને ભારત બાયોટેકએ ડેવલપ કર્યો છે. વિપક્ષ દ્વારા આ વેકિસનને મંજૂરી આપવા પર સવાલ ઉભા કર્યા હતા. સાથે જ વેકિસનની ગંભીરતા પર સવાલ ઉભા કર્યા હતા.

એટલું જ નહીં, ભારત બાયોટેક અને સીરમ ઈન્સ્ટીટ્યૂટ વચ્ચે પણ વેકિસનને લઈને વિવાદ થયો છે. પરંતુ હવે PM મોદીએ ભારત બાયોટેકની જ કો-વેકસીનના ડોઝ લઈને તમામ પ્રશ્ન ચિંન્હો પર લગામ લગાવી છે.

કોંગ્રેસ તરફથી કેટલીક વાર એવા નિવેદનો આપવામાં આવ્યા છે કે, વેકસીન પ્રત્યે વિશ્વાસ જગાવવા માટે સૌથી પહેલા PM મોદીએ વેકસીન લગાવી જોઈએ. કોંગ્રેસ નેતા અજીત શર્માએ વેકસીનેશનની શરૂઆતમાં જ એ નિવેદન આપ્યુ હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી, ભાજપના વરિષ્ઠ નેતાઓએ સૌથી પહેલા વેકિસન લગાવી જોઈએ.

નોંધનીય છે કે, સોમવારે ભારતમાં વેકસીનેશન ૨.૦ના પ્રારંભ થયો છે. જે હેઠળ ૬૦ વર્ષથી વધારે ઉંમરના લોકોને વેકસીન આપવામાં આવશે. સાથે જ ૪૫ વર્ષથી વધુ ઉંમરના (૨૦ ગંભીર બીમારીવાળા) લોકોને વેકસીન અપાશે.

જણાવી દઈએ કે, લગભગ ૧૦ હજાર સરકારી સેંટર્સ પર મફતમાં વેકિસન મળી રહી છે. જયારે ખાનગી સેંટર્સ પર આ વેકસીન ૨૫૦ રૂપિયા પ્રતિ ડોઝના હિસાબે આપવામાં આવશે.

(2:43 pm IST)