મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

કોણ છે ભારતના સુપર રિચ ભિખારી ? જેમની પાસે છે લાખોની સંપત્તિ અને ફલેટ

ભારતના સૌથી પૈસાદાર ભિખારીઓના લિસ્ટમાં પહેલું નામ ભરત નામના ભિખારીનું આવે છે અને તે મુંબઇમાં ભીખ માગે છે : દર મહિને લગભગ રૂપિયા ૭૫,૦૦૦ની કમાણી ભીખ માગીને કરે છે : જે રૂપિયા ભીખ માગીને અત્યાર સુધીમાં કમાયા તે હાલ બેંકમાં જમા છે : ભીખ માગીને કમાયેલા પૈસામાંથી કથિત રીતે ફલેટ ખરીદ્યો

મુંબઇ તા. ૧ : દુનિયામાં દરેક વ્યકિત પોતાનું અને પરિવારનું પેટ ભરવા માટે કોઈ પ્રકારની નોકરી અથવા કામ-ધંધો કરે છે. દરેક લોકોની કમાણી જુદી-જુદી હોય છે. પણ, જો તમને એવું જાણવા મળે કે કેટલાંક ભિખારીઓની કમાણી લાખો રૂપિયામાં છે તો તમે આવું માનશો? એક રિપોર્ટ મુજબ ભારતના ૫ પૈસાદાર ભિખારીઓ વિશે તમને જણાવીશું કે જેઓની પાસે ફલેટ અને સંપત્તિ છે.

પત્રિકામાં છપાયેલા એક રિપોર્ટ મુજબ, ભારતના સૌથી પૈસાદાર ભિખારીઓના લિસ્ટમાં પહેલું નામ ભરત નામના ભિખારીનું આવે છે. તે મુંબઈમાં ભીખ માગે છે અને રિપોર્ટ મુજબ તેની પાસે બે ફલેટ છે. જેની કિંમત રૂપિયા ૭૦ લાખ રૂપિયા પ્રતિ ફલેટ છે. મતલબ કે આ ભિખારી પાસે રૂપિયા ૧ કરોડ ૪૦ લાખની સંપત્તિ છે. તે દર મહિને લગભગ રૂપિયા ૭૫,૦૦૦ની કમાણી ભીખ માગીને કરે છે.

દેશના સૌથી પૈસાદાર ભિખારીઓના લિસ્ટમાં કોલકાતાની લક્ષ્મી બીજા નંબરે છે. તેણે વર્ષ ૧૯૬૪માં કોલકાતામાં માત્ર ૧૬ વર્ષની ઉંમરે ભીખ માગવાનું શરૂ કર્યું હતું. તેણે જે રૂપિયા ભીખ માગીને અત્યાર સુધીમાં કમાયા તે હાલ બેંકમાં જમા છે. તે દરરોજ ૧ હજાર રૂપિયા ભીખ માગીને કમાય છે અને મહિને ૩૦ હજાર રૂપિયાની કમાણી ભીખ માગીને કરે છે.

મુંબઈમાં રહેતી ગીતા પૈસાદાર ભિખારીઓના લિસ્ટમાં ત્રીજા નંબરે છે. તેણે ભીખ માગીને કમાયેલા પૈસામાંથી કથિતરીતે ફલેટ ખરીદ્યો હોવાનું જાણવા મળે છે. તે ભીખ માગીને મહિને ૪૫ હજાર રૂપિયાની કમાણી કરે છે.

ચોથા નંબર પર ચંદ્ર આઝાદનું નામ આવે છે. ૨૦૧૯માં રેલવે દુર્ઘટનામાં ચંદ્ર આઝાદનું નિધન થઈ ગયું હતું. બાદમાં પોલીસને તેની સંપત્તિ વિશે જાણવા મળ્યું હતું. તેના બેંક ખાતામાં ૮ લાખ રૂપિયા અને ૧.૫૦ લાખ રોકડા રૂપિયા મળી આવ્યા હતા. બિહારના પટનાના પ્લેટફોર્મ પર ભીખ માગનાર પપ્પૂ પૈસાદાર ભિખારીઓની યાદીમાં પાંચમાં ક્રમે છે. એક દુર્ઘટનામાં પપ્પૂએ તેનો પગ ગુમાવી દીધો હતો. બાદમાં તેણે રેલવે સ્ટેશન પર ભીખ માગવાની શરૂઆત કરી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે પપ્પૂ કુમારની પાસે આશરે ૧.૨૫ કરોડ રૂપિયાની સંપત્ત્િ। છે.

(10:24 am IST)