મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

દેશના મોટાભાગનાં રાજ્યોમાં સિમેન્ટ મોંઘી થઇ

સીમેન્ટની થેલીમાં ૩૦ થી ૪૦નો ભાવવધારો

નવી દિલ્હી,તા. ૧: સિમેન્ટ બજારમાં તેજી જોવા મળી રહી છે. દેશમાં મોટા ભાગના રાજ્યોમાં સિમેન્ટનાં ભાવમાં થેલીએ રૂ. ૩૦ થી ૪૦નો વધારો થયો છે. કાચા માલના ભાવમાં વધારો થવાને પગલે કંપનીઓએ સિમેન્ટનાં ભાવમાં વધારો જાહેર કર્યો છે.

સિમેન્ટનો ભાવ વધારો અલ્ટ્રાટેક સિમેન્ટ, ઇન્ડિયા સિમેન્ટ, રામકો સિમેન્ટ, સાગર સિમેન્ટ, ઓરિયેન્ટ સિમેન્ટ, દાલમિયા, એનસીએલ, કેસોરામ અને શ્રી સિમેન્ટ કંપની દ્વારા ગત સપ્તાહે થેલીમાં રૂ. ૩૦ થી ૪૦નો વધારો કર્યો છે. રિટેલ બજારમાં ૫૦ કિલો છે. સિમેન્ટની થેલીનો ભાવ રૂ. ૩૪૦ થી ૩૮૦ આસપાસ ચાલી રહ્યો છે. ગુજરાતમાં સિમેન્ટની થેલીનો ભાવ રૂ. ૩૬૦ આસપાસ ચાલે છે. સિમેન્ટ સાથે સંકળાયેલા વેપારીઓના કહેવા પ્રમાણે સિમેન્ટના ભાવ આગામી એક થી બે મહિના દરમિયાન હજી પણ વધારો થાય તેવી સંભાવના છે. ખાસ કરીને કાચા માલના ભાવ વધતા સિમેન્ટ કંપનીઓ ભાવ વધારી રહી છે.

(10:28 am IST)