મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

પિતા પ્રત્યે ફરજ ન નિભાવી હોય તો તેમની પાસેથી અપેક્ષા કેમ ? : કોર્ટ

વિદેશ ભણવા માટે પિતાને કોર્ટમાં ખેંચી ગઇ પુત્રી

નવી દિલ્હી,તા. ૧: પોતાનું ભાવિ સુધારવા માટે પિતા પાસેથી એક મોટી રકમ મેળવવાની અપેક્ષા રાખી રહેલી એક પુત્રીને કોર્ટે શીખામણ આપી છે. કોર્ટે વયસ્ક થઇ ચૂકેલી પુત્રીને કહ્યુ કે તેની માંગણી એક રીતે યોગ્ય છે પણ તે એ કેમ ભૂલી જાય છે કે પિતા પ્રત્યે તેની પણ કેટલીક જવાબદારીઓ છે જે તેણે કયારેય નથી નિભાવી. પિતા પાસેથી ફકત અપેક્ષાઓ જ રાખવી તે કોઇ પણ પ્રકારે યોગ્ય નથી.

કડકડડુમાં ખાતેની ફેમીલી કોર્ટના ન્યાયધીશ અજય પાંડેની કોર્ટમાં ૨૨ વર્ષથી યુવતિએ અરજી દાખલ કરીને કહ્યુ કે તેને ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવું છે એટલે તેના પિતાને આદેશ આપવામાં આવે કે તે તેના અભ્યાસનો ખર્ચ ઉઠાવે. સાથે જ છોકરીએ એવી પણ માંગણી કરી હતી કે તેના પિતાને કેસની સુનાવણી દરમ્યાન છોકરીએ જણાવ્યુ કે તેના માતા પિતાના આઠ વર્ષ પહેલા છુટાછેટા થઇ ગયા હતા. ત્યારે બન્ને વચ્ચે આપસમાં સમજુતિ થઇ હતી કે માધ્યમિક સ્તર સુધીનુ શિક્ષણ માતા અપાવશે અને ઉચ્ચશિક્ષણનો ખર્ચ પિતા ઉઠાવશે.

તેણીએ અરજીમાં કહ્યુ હતુ કે હવે તે ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવા માંગે છે એટલે પિતાને તે ખર્ચ ઉપાડવાનો આદેશ આપવામાં આવે. કોર્ટે કહ્યુ કે દેશમાં પણ સારી સંસ્થાઓ છે, જ્યાં ઉચ્ચ ગુણવતાપૂર્ણ અભ્યાસ થઇ શકે છે. તો પછી વિદેશમાં જઇને અભ્યાસ કરવાની આ કેવી જીદ છે. સુનાવણી દરમ્યાન પિતાના વકીલે કહ્યુ કે તેના અસીલની બન્ને કીડનીઓ કામ કરતી બંધ થઇ ચૂકી હતી એટલે કીડની ટ્રાન્સપ્લાન્ટ કરાઇ છે. જેમાં બહુ મોટી રકમ ખર્ચાઇ ગઇ છે. છોકરીએ કહ્યુ કે પિતા દર વખતે આ મુદ્દો ઉઠાવીને સહાનુભુતિ મેળવવા માંગે છે.

(10:29 am IST)