મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

ભારતમાં દેવાદાર રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે: ઉત્તરપ્રદેશ પહેલા નંબરે:મહારાષ્ટ્ર બીજાસ્થાને ગુજરાતના માથે 3.25 લાખ કરોડ રૂપિયાનો દેવું

ગાંધીનગઃ ગુજરાતનું વિકાસ મોડલ દેશમાં જાણીતું છે એવું માનવામાં આવે છે. ગુજરાતમાં આજથી બજેટ સત્ર શરું થઈ રહ્યું છે. પરંતુ વિકાસની વાતો વચ્ચે ગુજરાતીઓ માટે માંઠા સમાચાર આવ્યા છે. ગુજરાતના માથે 3.25 લાખ કરોડ રૂપિયાનો દેવું છે. આમ દેવાદાર રાજ્યોમાં ગુજરાત રાજ્ય દેશમાં છઠ્ઠા નંબર પર છે. દેવાદાર રાજ્યોમાં પ્રથમ નંબરે ઉત્તર પ્રદેશ આવે છે જ્યારે મહારાષ્ટ્ર બીજા નંબર પર છે.

મળતી માહિતી પ્રમાણ ગુજરાત માથે રૂ.3.25 લાખ કરોડની આર્થિક જવાબદારી છે. 2014માં ગુજરાતની રાજ્ય વિકાસ લોન માત્ર 78 હજાર 21 કરોડ હતી. 2020 સુધીમાં વધીને 2 લાખ 5 હજાર 23 કરોડ થઇ હતી.1 લાખ 15 હજાર 805 કરોડ સહિત આર્થિક જવાબદારીમાં વધારો થયો છે. 2014-2020 મુજબ આર્થિક જવાબદારીમાં 1 લાખ 37 હજાર 444 કરોડનો વધારો થયો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે આજથી ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર શરુ થઈ રહ્યું છે ત્યારે સરકાર કયા કયા વિધેયક બજેટ સત્ર રજૂ કરશે એ મહત્વનું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બજેટ સત્રમાં લવ જેહાદ વિધેયક રજૂ કરાશે.

આ ઉપરાંત ગુજરાત આર્યુર્વેદ યુનિવસિર્ટી સુધારા વિધેયક, ગુજરાત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત રાજવિત્તિય જવાબદારી સુધારા વિધેયક, ગુજરાત અગ્નિનિવારણ અને જીવનસુરક્ષા ઉપાય વિષયક સુધારા વિધેયક આ ઉપરાંત અન્ય 7 વિધેયક રજૂ કરાશે

(11:39 am IST)