મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશન ( SCBA ) ના પ્રેસિડન્ટ તરીકે સીનીઅર એડવોકેટ વિકાસ સિંઘ ચૂંટાઈ આવ્યા : સેક્રેટરી તરીકે એ.કે.પ્રસાદ અને વાઇસ પ્રેસિડન્ટ તરીકે પ્રદીપકુમાર રાય ચૂંટાઈ આવ્યા

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના પ્રેસિડન્ટ તરીકે સીનીઅર એડવોકેટ વિકાસ સિંઘ ચૂંટાઈ આવ્યા છે.જયારે  સેક્રેટરી તરીકે એ.કે.પ્રસાદ અને વાઇસ પ્રેસિડન્ટ તરીકે પ્રદીપકુમાર રાય ચૂંટાઈ આવ્યા હોવાનું જાણવા મળે છે.

સીનીઅર એડવોકેટ વિકાસ સિંઘએ તેમના નજીકના  પ્રતિસ્પર્ધી ડો.અદિશ અગરવાલને 344 મતોથી પરાજિત કર્યા હતા.વિકાસ સિંઘને 837 મત તથા ડો.અદિશ અગરવાલને 493 મત મળ્યા હતા.

વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવેલા પ્રદીપકુમાર રાયને 984 મતો મળ્યા હતા.જયારે તેમના પ્રતિસ્પર્ધી એસ.બી.ઉપાધ્યાયને 615 મત મળ્યા હતા.તેમજ સેક્રેટરી તરીકે ચૂંટાઈ આવેલા એ.કે.પ્રસાદને 855 તથા તેમના પ્રતિસ્પર્ધી અમિત આનંદ તિવારીને  543 મતો મળ્યા હતા.

ઉપરાંત જોઈન્ટ સેક્રેટરી તરીકે રાહુલ કૌશિક ,ટ્રેઝરર તરીકે મિનેષ કુમાર ,તથા જોઈન્ટ સેક્રેટરી તરીકે ડો.રીતુ ભારદ્વાજ ચૂંટાઈ આવ્યા હતા. ચૂંટણી વર્ચ્યુઅલ યોજાઈ હતી તેવું  બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(11:46 am IST)