મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

સુપ્રીમ કોર્ટ હવે પછી વીડીયો કોન્‍ફરન્‍સ લિંક શેર કરવા વ્‍હોટ્‍સઅપનો ઉપયોગ નહીં કરે

નવી દિલ્‍હી,તા.૧ : સુપ્રીમ કોર્ટ હવેથી કોર્ટમાં સુનવણીના માટે વિડીયો કોન્‍ફરન્‍સ લિંક શેર કરવા વ્‍હોટ્‍સએપ ગ્રુપનો ઉપયોગ નહીં કરે, કોર્ટની રજીસ્‍ટ્રીએ શનિવારે આ માહિતી આપી હતી. રજીસ્‍ટ્રીએ પરીપત્ર જાહેર કરી જણાવ્‍યું છે કે, હવેથી સુનવણી માટે મોકલવામાં આવતી વીડીયો લિંક ફકત એડવોકેટ ઓન રેકર્ડ અને પક્ષકારને નોંધાયેલ ઇ-મેઇલ અથવા નોંધયેલ મોબાઇલ નંબર ઉપર જ મોકલવામાં આવશે. સરકાર દ્વારા ઇન્‍ફોર્મેશન ટેકનોલોજીના નિયમન માટે બહાર પડાયેલ નવી ગાઇડલાઇનના નિયમોના લીધે આ નિર્ણય લેવામાં આવ્‍યો છે. (આઇ.ટી. રૂલ્‍સ ૨૦૨૧) રજીસ્‍ટ્રીએ જણાવ્‍યું છે કે સરકારની ગાઇડલાઇન મુજબ વીડીયો લિંક શેર કરવા માટે સરકારે વ્‍હોટ્‍સએપ ગ્રુપ બનાવવા ઉપર મનાઇ ફરમાવી છે. જેના લીધે આ પગલાઓ લેવામાં આવ્‍યા છે. સરકારે સોશિયલ મીડીયા એપ્‍સ અને  ઓટીટી પ્‍લેટફોર્મ ઉપર નિયંત્રણ રાખવા માટે નવી ગાઇડલાઇન્‍સ બહાર પાડી છે. એમણે જણાવ્‍યું છે કે ૧લી માર્ચ, ૨૦૨૧થી વીડીયો લિંક ફક્‍ત ઇ-મેઇલ અથવા મોબાઇલ નંબરના મેસેજ દ્વારા મોકલાવામાં આવશે.

(11:55 am IST)