મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

મિસ ઈન્ડિયા દિલ્હી-2019 રહી ચૂકેલી માનસી સહેગલ આપ માં જોડાઈ ગઈ

માનસીએ કહ્યું હું કેજરીવાલનું કામ જોઈને જ તેમની પાર્ટીમાં જોડાવા માટે પ્રેરિત થઈ છું

નવી દિલ્હી: મિસ ઈન્ડિયા દિલ્હી-2019 રહી ચૂકેલી માનસી સહેગલ આમ આદમી પાર્ટીમાં સામેલ થઈ ગઈ છે. માનસી ધારાસભ્ય અને પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગઈ છે. આ દરમિયાન માનસીએ મુખ્યમંત્રીએ અરવિંદ કેજરીવાલના કામની પ્રશંસા કરી હતી.

  દિલ્હીમાં રહેતી માનસી સહેગલે સ્કૂલની શિક્ષા દિલ્હી પબ્લિક સ્કૂલ દ્વારકાથી કર્યું છે. જ્યારે નેતાજી સુભાષ ઈન્સ્ટીટ્યૂટ ઑફ ટેક્નોલોજી દિલ્હીઈ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે. મિસ ઈન્ડિયા સ્પર્ધાના કારણે તે ચર્ચામાં આવી હતી. માનસીએ વર્ષ 2019માં આ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને દિલ્હી તરફથી પસંદ કરવામાં આવી હતી. માનસીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં ખુદને ફેમિના મિસ ઈન્ડિયા દિલ્લી 2019, ટેડેક્સ સ્પીકર, એન્જિનિયર અને ઉદ્યમી ગણાવી છે

આપમાં સામેલ થયા બાદ માનસી સહેગલે જણાવ્યું કે, તે સમાજના લોકો માટે ઘણુ બધુ કરવા માંગે છે. કોઈ પણ દેશની સમૃદ્ધિ માટે સ્વાસ્થ્ય અને શિક્ષણ બે મુખ્ય આધાર છે અને મેં છેલ્લા કેટલાકં વર્ષોમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નેતૃત્વમાં આ ક્ષેત્રોમાં મોટું પરિવર્તન જોયું છે. હું કેજરીવાલનું કામ જોઈને જ તેમની પાર્ટીમાં જોડાવા માટે પ્રેરિત થઈ છું.

(6:33 pm IST)