મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

માર્ચ મહિનામાં બેંકોમાં ૧૩ દિવસ માટે બંધ રહેશે

લોકોના આર્થિક વ્યવહારો પર અસર થઈ શકે છે : સરકારીમાં ૧૩ અને ખાનગીમાં ૧૧ દિવસ બેંકો બંધ રહેશે, ૫ અને ૧૬ માર્ચના રોજ બે દિવસની હડતાળ છે

નવી દિલ્હી, તા. : દેશભરમાં માર્ચ મહિનામાં કુલ મળીને ૧૧ દિવસ સુધી બેંક બંધ રહેશે. તે સિવાય સરકારી બેંકના યુનિયન્સે ૧૫ અને ૧૬ માર્ચના રોજ બે દિવસની હડતાળની પણ જાહેરાત કરી છે. રીતે સરકારી બેંકોમાં ૧૩ દિવસ અને ખાનગી બેંકોમાં ૧૧ દિવસ રજાઓ હોઈ શકે છે. માટે ચાલુ મહિના દરમિયાન બેંકને લગતા કામ હોય તો બેંક બંધ રહેવાની અને હડતાળની તારીખો ધ્યાનમાં રાખવી જોઈએ.

ભારતીય રિઝર્વ બેંકે એક કેલેન્ડર જાહેર કર્યું છે જેના પ્રમાણે માર્ચ મહિનામાં કેટલાક દિવસ બેક્નિંગ ઓપરેશન્સ બંધ રહેશે. તેમાં રજાના દિવસો, રવિવાર અને શનિવારનો સમાવેશ થાય છેતે સિવાય બેંક યુનિયન્સે ખાનગીકરણના વિરોધમાં ૧૫ અને ૧૬ માર્ચની હડતાળની જાહેરાત કરી છે.

રીતે માર્ચ મહિનામાં કુલ મળીને ૧૩ દિવસ બેંક બંધ રહી શકે છે.

બેંકમાં રજાની તારીખો

*          ૫મી માર્ચે મિઝોરમમાં ચપચાર કુટ નિમિત્તે બેંક બંધ રહેશે.

*          ૧૧મી માર્ચે મહાશિવરાત્રી છે જેથી દેશના અનેક શહેરોમાં તમામ બેંક બંધ રહેશે. જો કે, દિવસે દિલ્હીમાં બેંક ચાલુ રહેશે.

*          ૧૩મી માર્ચે મહિનાનો બીજો શનિવાર છે માટે દેશભરની બેંક બંધ રહેશે.

*          ૧૫ અને ૧૬ માર્ચે સરકારી બેંકમાં હડતાળ છે.

*          ૨૨મી માર્ચે બિહાર દિવસ હોવાથી બિહારની બેંકો બંધ રહેશે.

*          ૨૭મી માર્ચે મહિનાનો ચોથો શનિવાર હોવાથી દેશભરની બેંક બંધ રહેશે.

*          ૨૯મી માર્ચે હોળી હોવાથી દેશભરની બેંક બંધ રહેશે. અનેક શહેરોમાં ૩૦મી માર્ચે પણ હોળી નિમિત્તે રજા રહેશે.

*          તે સિવાય , ૧૪, ૨૧ અને ૨૮મી માર્ચે રવિવાર હોવાથી બેંક બંધ રહેશે.

(7:59 pm IST)