મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

બ્રિટિશ સટ્ટા કંપની લેડબ્રોકસનો દાવો: યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ આગામી પ્રમુખપદની ચૂંટણી જીતી જશે: બાયડન અને ડોનાલ્ડ ટ્રમ્પ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવામાં અત્યારે પાછળ ચાલે છે: ટ્રમ્પના બાયડન ઉપર પ્રહાર: બાયડનના રાજમાં એક મહિનામાં "અમેરિકા ફર્સ્ટ માંથી અમેરિકા લાસ્ટ" થઈ ગયું !

લંડન: અમેરિકામાં આગામી પ્રમુખની ચૂંટણી વર્ષ ૨૦૨૪ માં યોજાવાની છે, પરંતુ આગામી પ્રમુખ કોણ બનશે તે અંગેની અટકળો અત્યારથી શરૂ થઈ ગઈ છે.  બ્રિટિશ સટ્ટા કંપની લેડબ્રોકસનો દાવો છે કે યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ આગામી પ્રમુખપદની ચૂંટણી જીતી શકે છે.

કમલા હેરિસ લોકોની પ્રથમ પસંદગી છે, જ્યારે હાલના પ્રમુખ જો બાયડન અને ડોનાલ્ડ ટ્રમ્પ આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવામાં અત્યારે પાછળ ચાલે છે.

યુએસના ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ માટે આગામી પ્રમુખપદની ચૂંટણી જીતવા માટેની  તકો ૨૨ ટકા છે.  આ કિસ્સામાં, તેઓ યુએસ પ્રમુખ જો બાયડન અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી આગળ છે.

લેડબ્રોકસ અનુસાર, ભારતીય મૂળના કમલા હેરિસ માટે ૨૦૨૨ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં જીતવાની શક્યતા ૨૨.૨ ટકા છે.  આ પછી ૨૦ ટકાની શકયતા સાથે ૭૮ વર્ષના બીડેન આવે છે.  જ્યારે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની જીતવાની સંભાવના ૧૪.૩ ટકા છે.

ટ્રમ્પ ગયા વર્ષે 3 નવેમ્બરના રોજ યોજાયેલી યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બાયડનના હાથે હાર્યા હતા.  જ્યારે 56 વર્ષીય કમલા હેરિસ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા. તે યુનાઇટેડ સ્ટેટ્સની પ્રથમ મહિલા વાઇસ પ્રેસિડેન્ટ બની છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ છોડ્યા પછી પોતાના પ્રથમ ભાષણમાં સંકેત આપ્યો હતો કે તેઓ ૨૦૨૪ ની રાષ્ટ્રપતિની ચૂંટણી પણ લડી શકે છે.  તે જ સમયે, તેમણે તેમના રિપબ્લિકન પાર્ટીને એક કરવા અપીલ કરતા બાયડન વહીવટ પર હુમલો કર્યો.  પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે બાયડેન વહીવટના માત્ર એક મહિનામાં તેમનો દેશ 'અમેરિકા ફર્સ્ટ' થી 'અમેરિકા લાસ્ટ' માં બદલાઈ ગયો છે. ટ્રમ્પે રવિવારે ફ્લોરિડામાં કન્ઝર્વેટિવ પોલિટિકલ એક્શન કમિટીની એક કોન્ફરન્સ યોજી હતી…

(9:21 pm IST)