મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

ચીન હવે 16 ભુમિગત ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેલ્ટિક મિસાઇલ તૈયાર કરવા લાગ્યું : સેટેલાઇટ તસ્વીરમાં ડ્રેગનની પોલ ખુલી

ચીન મિસાઇલ લોન્ચિંગની નવી ક્ષમતા વિકસાવવાની દિશામાં આગળ વધ્યું

નવી દિલ્હી : ચીન 16 ભુમિગત ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેલ્ટિક મિસાઇલ સાઇલો તૈયાર કરવામાં લાગ્યું છે, અમેરિકાનાં પરમાણું નિષ્ણાતોએ રવિવારે ચીનનાં મિસાઇલ લોન્ચિંગ વિસ્તારમાં ચાલી રહેલા નિર્માણ કાર્ય સાથે સંકળાયેલી સેટેલાઇટ તસવીરોનાં આધારે આ દાવો કર્યો છે.

ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટ સાથે સંકળાયેલા ક્રિસ્ટેનસન લાંબા સમયથી અમેરિકા, રશિયા અને ચીનની પરમાણું શક્તિ પર નજર રાખી રહ્યા છે, તેમણે કહ્યું કે એવું જણાય છે કે ચીન ભુમિગત મિસાઇલ સાઇલો દ્વારા મિસાઇલ લોન્ચિંગની નવી ક્ષમતા વિકસાવવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે, તેનો હેતું કોઇ પણ પરમાણું હુમલો થવાની સ્થિતીમાં તાત્કાલિક કાર્યવાહી કરવાની પોતાની ક્ષમતામાં સુધારો લાવવાનો છે.

ક્રિસ્ટેનસને જણાવ્યું કે તસવીરો સંકેત આપે છે કે ચીન અમેરિકા સાથે વધી રહેલા ઘર્ષણનો મુકાબલો કરવાની તૈયારી કરી રહ્યું છે, અમેરિકા પોતાના નવા પરમાણું શસ્ત્રાગારનાં નિર્માણ માટે આગામી બે દાયકામાં સેંકડો અબજ ડોલર ખર્ચને યોગ્ય ઠરાવવા માટે ચીનનાં પરમાણું આધુનિકીકરણને ટાંકતું રહે છે, જો કે તે બાબતનાં કોઇ સંકેત નથી કે અમેરિકા અને ચીન શસસ્ત્ર સંઘર્ષ તરફ આગળ વધી રહ્યા છે, પરંતું ક્રિસ્ટેનસનની રિપોર્ટ એવા સમયે આવી છે, જ્યારે વેપારથી માંડીને રાષ્ટ્રિય સુરક્ષા સુધી ઘણા મુદ્દા પર અમેરિકા અને ચીન વચ્ચે તંગદીલી વધી છે.

પેન્ટાગોને ક્રિસ્ટેનસનનાં વિષ્લેષણ પર કોઇ ટિપ્પણી કરવાનો ઇન્કાર કરી દીધો છે, પરંતું તેણે ચીનનાં સૈન્ય વિકાસ કાર્યક્રમ અંગે પોતાની એક રિપોર્ટમાં કહ્યું હતું કે બિજીંગ પોતાના પરમાણુ દળોની શાંતિકાળમાં તત્પરતા વધારવાની દિશામાં કામ કરી રહ્યું છે.

ક્રિસ્ટેનસને કહ્યું કે તેમને મળેલા વાણિજ્યિક સેટેલાઇટ તસવીરો દર્શાવે છે કે ચીને ઉત્તર-મધ્ય ચીનમાં જિલનતાઇ નજીક એક મોટાં મિસાઇલ લોન્ચિંગ રેન્જમાં 11 ભુમિગત સાઇલોનું ગયા વર્ષથી નિર્માણ કાર્ય આરંભ્યું, 5 અન્ય સાઇલો બનાવવાનું કામ પહેલાથી જ શરૂ થઇ ગયું છે.

(12:19 am IST)