મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ સાર્કોઝી ભ્રષ્ટાચારના કેસમાં દોષીત:અદાલતે એક વર્ષની જેલની સજા ફટકારી

સિનિયર મેજિસ્ટ્રેટ પાસેથી ગેરકાયદેસર રીતે માહિતી મેળવવાનાં પ્રયાસ બદલ દોષી : 13 અન્ય લોકો સાથે સરકોઝીને આ મહિને અન્ય કેસનો સામનો કરવો પડશે.

ફ્રાન્સની પેરિસની અદાલતે સોમવારે ભૂતપૂર્વ રાષ્ટ્રપ્રમુખ નિકોલસ સરકોઝીને ભ્રષ્ટાચારના કેસમાં દોષીત ઠરાવ્યા અને તેમને એક વર્ષની જેલ તથા બે વર્ષની સસ્પેન્ડ કેદની સજા ફટકારી છે

ફ્રાન્સમાં 2007 થી 2012 દરમિયાન રાષ્ટ્રપતિ રહેલા સરકોઝી (66)ને વર્ષ 2014માં સિનિયર મેજિસ્ટ્રેટ પાસેથી ગેરકાયદેસર રીતે માહિતી મેળવવાનાં પ્રયાસ બદલ દોષી ઠેરવવામાં આવ્યા.

કોર્ટે કહ્યું કે સરકોઝી ઘર પર અટકાયત માટે વિનંતી કરી શકશે અને તેમને ઇલેક્ટ્રોનિક પાટ્ટી પહેરવી પડશે. 2012માં રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ગેરકાયદેસર ભંડોળનો ઉપયોગ કરવાનાં આરોપમાં 13 અન્ય લોકો સાથે સરકોઝીને આ મહિને અન્ય કેસનો સામનો કરવો પડશે

(12:24 am IST)