મુખ્ય સમાચાર
News of Monday, 1st March 2021

ભારત સાથે વેપાર સબંધો બગાડતા પાકિસ્તાનની કમર ભાંગી : અબજોનું નુકશાન :કપાસ યાર્ન ની આયાત કરવા મજબુર

પાકિસ્તનમાં ટેક્સટાઇલ-યાર્ન મિલો કપાસની ભારે તંગી

નવી દિલ્હી : પુલવામાં હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો ઘણા બગડી રહ્યા છે અને બંને દેશો વચ્ચે આયાત-નિકાસના વેપારી સંબંધો પણ હાલ બંધ બરાબર છે. જો ભારત સાથેના વેપારી સંબંધો બગડતા પાકિસ્તાનના ઉદ્યોગ-જગતને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી ના છુટકે પાકિસ્તાને ભારતમાંથી ફરી આયાત શરૂ કરવી પડી શકે છે.

વાત જાણે એમ છે કે, આ વર્ષે પાકિસ્તાનમાં કપાસનું અત્યંત ઓછું નુકસાન થયુ છે જેના લીધે ત્યાંના ટેક્સટાઇલ-યાર્ન મિલો કપાસની ભારે તંગીનો સામનો કરવો પડી છે. આથી પાકિસ્તાન અનિચ્છાએ ભારતમાંથી કપાસની આયાત કરી શકે છે. પાકિસ્તાન રોડ- રસ્તાના માર્ગે ભારતમાંથી કપાસની આયાત ફરી શરૂ કરી શકે તેવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

લાઇન ઓફ કંટ્રોલ (એલઓસી) પર નવા યુદ્ધવિરામ સમજૂતિ પછીથી બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધો ફરીથી શરૂ થવાની સંભાવના વધી ગઈ છે. રવિવારે એક મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી છે. વાણિજ્ય મંત્રાલયના સૂત્રોના હવાલાથી એક્સપ્રેસ ટ્રિબ્યુને લખ્યું છે કે વાણિજ્ય બાબતોના વડા પ્રધાનના સલાહકાર અબ્દુલ રઝાક દાઉદ આ બાબતે નિર્ણય લઈ શકે છે કે આવતા અઠવાડિયાથી ભારતમાંથી કપાસ અને યાર્ન આયાત કરશે કે કેમ.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કપાસની અછતનો મુદ્દો વડા પ્રધાન ઇમરાન ખાનના ધ્યાન પર આવી ચૂક્યો છે. ખાન પાસે વાણિજ્ય મંત્રાલયનો વધારાનો હવાલો પણ છે. સૂત્રોએ જણાવ્યું હતું કે એકવાર સૈદ્ધાંતિક નિર્ણય લેવામાં આવ્યા બાદ કેબિનેટની આર્થિક સંકલન સમિતિ સમક્ષ વિધિવત આદેશ આપવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે આ અંગે આંતરિક ચર્ચાઓ થઈ ચૂકી છે, પરંતુ અંતિમ નિર્ણય વડા પ્રધાનની મંજૂરી બાદ લેવામાં આવશે. પાકિસ્તાન હાલમાં કપાસની અછતનો સામનો કરી રહ્યું છે. ઇમરાન ખાન દેશના વાણિજ્ય મંત્રી પણ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્ષ 2003 માં યુદ્ધવિરામ કરાર થયો હતો, પરંતુ આ કરારનો ક્યારેય અમલ થયો ન હતો. પાકિસ્તાન તેની આતંકવાદી પ્રવૃત્તિને અટકાવી રહ્યું નથી, જેના કારણે બંને દેશોના સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા નથી. ખાસ કરીને વર્ષ 2019 માં, જ્યારે સરકારે જમ્મુ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો પાછો ખેંચી લીધો, ત્યારે પાકિસ્તાન તેનાથી ભ્રમિત થઈ ગયું. ત્યારબાદ તેમણે ઇસ્લામાબાદમાં ભારતીય હાઈકમિશનને હટાવવાનો આદેશ આપ્યો હતો.

(1:15 am IST)