News of Friday, 1st July 2022
નરેન્દ્રભાઈ મોદી અને વ્લાદમીર પુતિને ખાદ્ય સુરક્ષા, ઊર્જા અને વેપાર વિશે ટેલિફોનિક ચર્ચા કરી
ભારતના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદમીર પુતિને આજે શુક્રવારે (૧ જુલાઈ) ખાદ્ય સુરક્ષા, ઊર્જા અને વેપાર વિશે ટેલિફોનિક ચર્ચા કરી હતી. વૈશ્વિક સ્તરે ખાદ્ય ચીજવસ્તુઓની વધતી કિંમતો વચ્ચે આ વાતચીત થઈ હતી. ભાવ વધવા પાછળ રશિયા અને યુક્રેન વચ્ચેનો સંઘર્ષ મુખ્ય કારણ છે.
(10:19 pm IST)