મુખ્ય સમાચાર
News of Sunday, 1st August 2021

એશિયાના અનેક દેશોમાં કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટનો કહેર : નવા કેસમાં વધારો : ભારત માટે ચિંતાનો સંકેત

જાપાનમાં રોજના 12 હજાર, થાઈલેન્ડમાં 18 હાજર કેસ : ચીનની હાલત પણ ફરી ખરાબ : વિયેતનામના પણ કોરોનાએ ફરી ફૂફાડો માર્યો : રોજના 8000 નવા કેસ

નવી દિલ્હી :  એશિયાના સંખ્યાબંધ દેશોમાં કોરોના વાયરસના કેસ ફરી એક વખત વધવા માંડ્યા છે અને ભારત માટે પણ આ સ્થિતિ ચિંતાનો સંકેત છે.

ભારતમાં હાલમાં 40000 કરતા વધારે કોરોના કેસ રોજ સામે આવી રહ્યા છે. એશિયાના અન્ય દેશોની વાત કરવામાં આવે તો જ્યાં ઓલિમ્પિક રમાઈ રહી છે તે જાપાનમાં રોજના 12000 લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ઓલિમ્પિકમાં બહારના લોકોના જવા પર આકરા પ્રતિબંધ લગાવાયા છે. ઓલિમ્પિક વિલેજની આજુબાજુ કોઈને ફરકવા દેવાતા નથી.

થાઈલેન્ડની સ્થિતિ જાપાન જેવી છે. શનિવારે થાઈલેન્ડમાં કોરોનાના 18000 ઉપરાંત કેસ સામે આવ્યા છે. આ પૈકીના 60 ટકા કેસ ડેલ્ટા વેરિએન્ટ સાથે જોડાયેલા છે. થાઈલેન્ડના 80 ટકા કેસ રાજરધાની બેંગકોકમાં નોંધાઈ રહ્યા છે.

ચીનમાં પણ ફરી હાલત ખરાબ થઈ રહી છે.નાનજિયાંગ શહેરમાં ડેલ્ટા વેરિએન્ટના કારણે કોરોના સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે. જ્યારે વિએટનામમાં કે જ્યાં કોરોના પર કાબૂ મેળવી લેવાયો હતો ત્યાં પણ ફરી કોરોનાએ માથુ ઉંચક્યુ છે. શનિવારે આ દેશમાં 8000 કરતા વધારે કેસ સામે આવ્યા છે. એ પછી અવર જવર પર આકરા પ્રતિબંધો લગાવાયા છે. તેના મુખ્ય શહેર હો ચી મિન્હ સહિનતા 18 શહેરોમાં બે સપ્તાહ માટે ફરી લોકડાઉન લગાવી દેવાયુ છે.

 
 
   

(11:33 pm IST)