મુખ્ય સમાચાર
News of Monday, 1st August 2022

ગુજરાતની અસ્મિતાનું જતન કરતા ગીતોની સરવાણી (શ્રી ઝવેરચંદ મેઘાણીજીના ગીતોની વાતો) : યુ.એસ.માં ગુજરાતી લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા ,ઇન્ડિયા કલચરલ સોસાયટી અને ટી.વી.એશિયાના સંયુક્ત ઉપક્રમે 6 ઓગસ્ટ 2022 ના રોજ ન્યૂજર્સીમાં યોજાનારો કાર્યક્રમ

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : યુ.એસ.માં ગુજરાતી લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા ,ઇન્ડિયા કલચરલ સોસાયટી અને ટી.વી.એશિયાના સંયુક્ત ઉપક્રમે 6 ઓગસ્ટ 2022 શનિવારના રોજ  ' ગુજરાતની અસ્મિતાનું જતન કરતા ગીતો ' ની સરવાણી વહેશે .

ઇન્ડિયા કલચરલ સોસાયટી, હિન્દૂ ટેમ્પલ @ મહાત્મા ગાંધી સેન્ટર ,714 ,પ્રિકનેસ એવન્યુ ,વેઇન ,ન્યુજર્સી મુકામે યોજાનારા કાર્યક્રમનો સમય બપોરે 3 -00 થી 6 -00 વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે.જેમાં રાજકોટના ગાયક શ્રી નીતિનભાઈ કે જેઓ શ્રી મેઘાણીજીના ગીતો તથા લોકગીતો માટે જાણીતા છે તેમજ ગુજરાતી તથા હિન્દી ગીત ,ગઝલ ,ભજન ,ઉપરાંત શ્રીનાથજીના ધોળ કીર્તનની પણ સુંદર રજુઆત કરી શકે છે તેમના મધુર કાંઠે ગીતો સાંભળવાની તક મળશે.

તેમની સાથે મહારાજા સયાજીરાવ યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટ્સમાંથી તબલા વિષય સાથે સ્નાતક થયેલા ,તેમજ શાસ્ત્રીય ગીત ,સંગીત ,લોકસંગીત ,ફ્યુઝન મ્યુઝિક ,કથ્થક નૃત્ય ,વગેરેની સંગતમાં માહેર ,40 થી વધુ દેશોમાં કાર્યક્રમ આપનાર શ્રી રમેશભાઈ બાપોદરા તબલા વાદનથી સાથ આપશે.

આ તકે શ્રી ઝવેરચંદ મેઘાણીના પૌત્રી તથા શ્રી મહેન્દ્ર મેઘાણીના પુત્રી સુશ્રી મંજરી મેઘાણી તેમના દાદાજીના સાહિત્ય જીવન વિષે વાતો કહેશે.તથા તેમની ટૂંકી વાર્તાઓનું પઠન કરશે.

કાર્યક્રમમાં શામેલ થવા મેમ્બર્સ માટે 10 ડોલર તથા અન્ય માટે 20 ડોલર પ્રવેશ ફી રાખવામાં આવી છે.જે અંગે આઈસીએસ મેમ્બર્સ શ્રી જયેશ (જીતુ) પટેલ ના કોન્ટેક નંબર 732 -951 -8222 દ્વારા સંપર્ક કરી શકશે.

વિશેષ માહિતી ગુજરાતી લીટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા , શ્રી રામ ગઢવી 973 -628 -8269 ,શ્રી આશિષ દેસાઈ 862 -221 -6695 ,શ્રી ગીની માલવિયા 609 -924 -1579 શ્રી ગૌરાંગ મહેતા 973 -633 -9348 ,શ્રી હરીશ રાવલીયા  973 -694 -4547 ,સુશ્રી નિકેતા વ્યાસ 732 -762 -3084 ,સુશ્રી પ્રાથના જહા 860 -478 -0348 ,સુશ્રી અપેક્ષા દવે 732 -629 -1626 ,શ્રી ધનંજય દેસાઈ 201 -757 -1735 અથવા શ્રી મુકેશ શાહના કોન્ટેક નંબર 862 -571 -0442 દ્વારા મેળવી શકાશે તેવું શ્રી જયેશ પટેલની યાદી જણાવે છે.

(6:41 pm IST)