મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

તાઇવાનમાં હસ્તચ્યુ શહેરમાં પતંગમાં બાળકી ૩૦ સેકન્ડ સુધી ફંગોળાઇ

લિનનામની બાળકી ફસાવાનો બનાવ ક્રાઇમ ફેસ્ટીવલમાં બન્યા

હ્શિંચૂ (Hsinchu): તાઇવાનના હશિન્યુ શહેરમાં કાઇટ ફેસ્ટિવલ (Kite Festival) દરમિયાન એક બાળકી પણ પતંગ સાથે ભરાઇ હવામાં ઊડી જતાં લોકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જો કે સદનસીબે થોડી સેકન્ડમાં બાળકી જમીન પર આવી જતા બધાએ રાહતનો દમ લીધો હતો.

રવિવારે સોશિયલ મીડિયા પર એક વીડિયો બહુ વાયરલ થઇ રહ્યો છે. જેમાં 3 વર્ષની બાળકી પતંગની પૂંછડીમાં ભરાઇ (Girl cought in kite) હવામાં 100 ફૂટ અધ્ધર ફંગોળાઇ રહી છે. આ દૃશ્ય ફેસ્ટિવલમાં હાજર લોકોના જીવ પડિકે બંધાયેલા છે. જો કે થોડીવારમાં પવન ધીમો થતાં બાળકો પતંગ સાથે નીચે આવી જાય છે અને લોકો તેને પતંગમાંથી છોડવી બચાવી લે છે.

આ અકસ્માતમાં જો કે બાળકી હવામાં માત્ર 30 સેકન્ડ રહી હતી. પરંતુ આ 30 સેકન્ડ ત્યાં હાજર સેંકડો લોકો માટે કલાકો સમાન લાગી રહ્યા હતા. જોનારાની ચીસો નીકળી રહી હતા. નારંગી કલરના પતંગમાં ફસાઇ ગયેલી બાળકીને કેવી રીતે બચાવવી તે લોકોને સમજાતુ નહતું.

સ્થાનિક ન્યૂઝ ચેનલ મુબજ બાળકીનું નામ લિન હોવાનું જણાયું. તેને સામાન્ય ઇજાઓ થઇ છે. જેની પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ ઘટના પછી આયોજકોએ ઉત્તર પશ્ચિમ તાઇવાનના હ્શિંચૂ શહેરમાં કાઇટ ફેસ્ટિવલ રદ કરી દીધું હતું.

કાઇટ ફેસ્ટિવલ ઉજવવા માટે સેંકડો લોકો બીચ પર હાજર હતા. પવનની ગતિ અચાનક વધી ગઇ હતી. તેથી નજીક ઊભેલી લિનની કમર સાથે પતંગની પૂંછડી વિંટળાઇ ગઇ હતી અને પતંગ હવામાં ઊંચે ઊડી જતાં તેની સાથે બાળકી પણ હવામાં ઊડી ગઇ હતી.

(12:00 am IST)