મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

આ બે વૃદ્ઘ મહિલાએ 'હેલન' ગીત પર લગાવ્યા જોરદાર ઠુમકા

આ વીડિયો ટ્વિટર પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે

નવી દિલ્હી,તા. ૧: હાલ બે વૃદ્ઘ મહિલાઓએ એક જૂની સુપરહિટ ફિલ્મના ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો છે અને વીડિયોમાં તેઓ ઘણા ખુશી અને સ્ફૂર્તીથી ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો ટ્વિટર પર જોરદાર વાઈરલ થઈ રહ્યો છે.

ટ્વિટર પર ઘણીવાર એવા ફની વીડિયોઝ હોય છે, જે એક જ ઝટકામાં વાઈરલ થઈ જતા હોય છે અને એવા વીડિયોઝ હોય છે, જે જોઈને તમે તરત જ ખુશખુશાલ થઈ જાઓ છો. હકીકતમાં તમે એને ફકત લૂપ કરીને જોઈ શકો છો. એવો જ એક વીડિયો ટ્વિટર પર સામે આવ્યો છે. એવામાં બે વૃદ્ઘ મહિલાઓએ એક જૂની સુપરહિટ ફિલ્મના ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો છે અને વીડિયોમાં તેઓ ઘણા ખુશી અને સ્ફૂર્તીથી ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.@Peechetodekho નામના અકાઉન્ટે ૧૫ સેકન્ડનો આ વીડિયો શેર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઈરલ થઈ રહ્યો છે. બે વૃદ્ઘ મહિલાએ સાડી પહેરીને રસ્તા વચ્ચે આશા ભોંસલેનું સુપરહિટ ગીત ૧૯૭૧માં આવેલું હેલનનું 'પિયા તૂ અબ તો આજા'...(Piya Tu Ab Toh Aaja) ગીત પર જોરદાર ઠુમકા લગાવીને ડાન્સ કરી રહી છે. એક વ્યકિત પણ એમના ડાન્સમાં સામેલ થઈ ગયો, પરંતુ આ વૃદ્ઘ મહિલાનો કિલર સ્ટેપ્સ અને જોશ જોઈને તે પાછળ ચાલ્યો ગયો. 'પિયા તૂ અબ તો આજા' સોન્ગ આર ડી બર્મને કમ્પોઝ કર્યું હતું અને આ ગીતમાં હેલને પણ જબરદસ્ત ડાન્સ કર્યો હતો. આ ગીત કાંરવા ફિલ્મનું છે. જેમાં જીતેન્દ્ર અને આશા પારેખ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.આ વીડિયોને ૨૯ ઓગસ્ટના રોજ શેર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધી ૩૩ હજારથી વધારે વ્યૂઝ મળી ચૂકયા છે. સાથે જ ૧૩૦૦ લાઈકસ અને ૨૮૫ લોકોએ આ ટ્વિટને રી-ટ્વિટ કર્યું છે. લોકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે અને લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા વ્યકત કરી રહ્યા છે.

(11:25 am IST)