મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

''' ટુ ચાઈલ્ડ પોલિસી " : બે થી વધુ બાળકો ધરાવતા ઉમેદવારો ચૂંટણી લડી નહીં શકે : યુ.પી.માં યોજાનારી પંચાયતની ચૂંટણીઓમાં યોગી સરકાર ''' ટુ ચાઈલ્ડ પોલિસી " અમલી બનાવે તેવી શક્યતા

લખનૌ : યુ.પી.માં પંચાયત ચૂંટણીઓની મુદત 25 ડિસેમ્બરના રોજ પુરી થઇ રહી છે.પરંતુ કોરોના મહામારીને કારણે આ ચૂંટણીઓ 2021 ની સાલમાં યોજાય તેવી શક્યતા છે.

આ ચૂંટણીઓમાં યોગી સરકાર ''' ટુ ચાઈલ્ડ પોલિસી " અમલી બનાવે તેવી શક્યતા છે. મોટા ભાગના મંત્રીઓ તેમજ પ્રજાજનો પણ આ નવી પોલીસીનો અમલ થાય તેવું ઈચ્છી રહ્યા છે.જોકે વધુ બાળકો ધરાવતો સમાજનો નિમ્ન વર્ગ આ નિયમને કારણે ચૂંટણી લડવાથી વંચિત રહી શકે છે.એટલુંજ નહીં આ પોલીસીના અમલ માટે કાયદામાં પણ સુધારો કરવો પડે તેમ હોવાથી તેની લાંબી પ્રક્રિયામાંથી પસાર થવું પડે.તેમછતાં આ પોલિસી અમલી બનાવવાની માંગને ધ્યાને લઇ મંત્રી મંડળની બેઠકમાં પ્રસ્તાવ આવી શકે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:37 pm IST)