મુખ્ય સમાચાર
News of Tuesday, 1st September 2020

અમેરિકામાં પાર્ટલેન્ડ હીંસા બન્યો ચૂંટણી મુદ્દોઃ ટ્રમ્પ-બીડનના એક-બીજા ઉપર આરોપ

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બીડન ટ્રમ્પ કરતા મામુલી અંતરથી આગળ

નવી દિલ્હી તા. ૧: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા અલગ-અલગ રાજયોમાં હિંસા ભડકી છે ત્યારે રાષ્ટ્રપતિ પદના બંન્ને ઉમેદવારો ટ્રમ્પ અને બીડન વચ્ચે જુબાની જંગ તેજ થઇ છે. બંન્ને નેતાઓ આ હિંસા માટે એક-બીજા ઉપર આરોપ લગાવે છે.

દરમિયાન રિપબ્લીકન નેશનલ કન્વેશન અને ડેમોક્રેટીક નેશનલ કન્વેશનને લઇને એક સર્વેક્ષણ આવ્યું છે. જેમાં બીડનની પાર્ટી ડેમોક્રેટ ટ્રમ્પની રીપબ્લીકનથી આગળ છે પણ ફકત બે ટકા સાથે.

ડેમોક્રેટીક રાષ્ટ્રપતિ ઉમેદવારે ટ્રમ્પને પડકાર ફેંકતા જણાવેલ કે તેઓ પોર્ટલેન્ડમાં થયેલ ઘટનાની નિંદા કરી બતાવે. શનિવારે રાત્રે પોર્ટલેન્ડમાં પ્રદર્શનકારીઓ અને કેટલાક લોકો વચ્ચે અથડામણ થયેલ. જેમાં એક વ્યકિતનું ગોળી લાગવાથી મોત થયેલ.

બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોર્ટલેન્ડની હિંસાને લઇને ત્યાંના મેયર ટેડ વ્હીલર અને ડેમોક્રેટ પાર્ટીને જવાબદાર ગણાવ્યા છે. ટ્રમ્પે જણાવેલ કે આ એવા લોકો છે જે અપરાધ વિરૂધ્ધ અવાજ પણ નથી ઉઠાવતા તેઓ કદી એવું કરશે પણ નહીં. જયારે કેટલાક લોકોનો દાવો છે કે પ્રદર્શનકારીઓ સીવાય બીજો પક્ષ ટ્રમ્પના સમર્થક હતા. જે ગાડીઓમાં આવીને રસ્તા ઉપર આવી હીંસા કરવા લાગેલ.

(2:48 pm IST)